GSTV
Home » News » બોક્સઓફિસ પર છવાયો ‘ડ્રીમ ગર્લ’નો જાદુ, 10 દિવસમાં કરી અધધધ… કમાણી

બોક્સઓફિસ પર છવાયો ‘ડ્રીમ ગર્લ’નો જાદુ, 10 દિવસમાં કરી અધધધ… કમાણી

આયુષ્માન ખુરાના બોલિવૂડનો હિટ મશીન બની ગયો છે. તે એવી સ્ક્રીપ્ટ ચોઈસ કરીને કામ શરૂ કરે છે કે કોઈ વિચારી પણ નથી શકતું. શરૂઆતથી લઈ અત્યાર સુધીની દરેક ફિલ્મોમાં નવું કર્યું છે. આ વખતે પણ તેણે ડ્રીમ ગર્લ બનીને પડદા પર છવાઈ ગયો છે. આયુષ્માને પોતાનો જાદુ એવો ચલાવ્યો કે લોકો હીરોઈનને ભૂલી ગયા હતા.

આ ફિલ્મે બોક્સઓફિસ પર તાબડતોબ કમાણી કરી હતી. પહેલા દિવસે 10.50 કરોડ રૂપિયાની કમાણી. પહેલા અઠવાડિયાની ફિલ્મની કમાણી 77.50 કરોડ હતી. હવે આ વીક એન્ડમાં ફિલ્મે 9.10 કરોડ રૂપિયા કમાણી કરી. અત્યાર સુધીનો કુલ આંકડો 86.60 કરોડે પહોંચ્યો છે. અને બની શકે કે રવિવારના દિવસે તેની કમાણીમાં વધારો થયો. આ શાનદાર કમાણીના સાથે જ આયુષ્માનની મોટી કમાણી કરનારના લિસ્ટમાં સામેલ થઈ ચૂકી છે.

ડ્રીમ ગર્લની વાત કરીએ તો કરમવીર નામના છોકરાની કહાની છે, જે કોલસેન્ટરમાં કામ કરે છે. કરમના કસ્ટમર્સને તેની કોલિંગ અવતાર પૂજા સાથે પ્રેમ થઈ જાય છે. અને બધા તેને મેળવવા માટે પ્રયત્ન શરૂ કરે છે. અને તેના પછી પૂજાની રસપ્રદ કહાનીની શરૂઆત થાય છે.

આ કહાની દર્શકોને હસાવી હસાવીને લોટપોટ કરવામાં કામયાબ રહી છે. ડ્રીમ ગર્લ પછી આયુષ્માનને તેની આવનારી ફિલ્મ સુપર હિટની તૈયારી શરૂ કરી દીધી છે. આયુષ્માને તેના ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાનના શૂટિંગ માટે બનારસ પહોંચી ગયો છે. આ ફિલ્મમાં ફરી એક વાર ગજરાજ રાવ અને નીના ગુપ્તા સાથે જોવા મળશે. પરંતુ આ વખતે આયુષ્માન ખુરાનાના મમ્મી-પપ્પાની ભૂમિકામાં નહીં જોવા મળે.

Read Also

Related posts

કમલેશ તિવારીના હત્યારા અશફાકે શા માટે રોહિત સોલંકીના નામનું આધારકાર્ડ બનાવ્યું

Nilesh Jethva

મોડી રાત્રે ટ્રેનમાં સંબંધ બનાવતા કપલનો વીડિયો થયો લીક, પોલીસ કરશે તપાસ

Kaushik Bavishi

પોલીસ કર્મચારી, પણ મેં કીધું ને સાહેબના 10 અને ઉપરના મને કરાવી દે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!