GSTV
Home » News » ચીનમાં અંધાધુનની લહેર: ત્રીજા વીકેન્ડમાં કમાણીના કરોડોના આંક જાણશો તો ચોંકી જશો

ચીનમાં અંધાધુનની લહેર: ત્રીજા વીકેન્ડમાં કમાણીના કરોડોના આંક જાણશો તો ચોંકી જશો

Andhadhun China

શ્રીરામ માધવનના નિર્દેશનમાં બનેલ અંધાધુન ચીનમાં જબરજસ્ત કમાણી કરી રહી છે. ત્યારે આયુષ્યમાન ખુરાના, તબ્બૂ અને રાધિકા આપ્ટેની એક્ટિંગવાળી આ થ્રિલર ફિલ્મે 49 દિવસોમાં ભારતીય બજારમાં માંડ 92 કરોડ કમાઇ શકી છે, ત્યાં ત્રીજા વીકેન્ડ સુધીમાં ચીનમાં 237 કરોડ કરતાં પણ વધારે કમાણી કરી ચૂકી છે.

#AndhaDhun continues its Blockbuster run in #China… Excellent trending on weekdays… Will comfortably cross $ 40 mn in Weekend 3… [Week 2] Mon $ 1.47 mn, Tue $ 1.38 mn, Wed $ 1.28 mn. Total: $ 34.20 mn [₹ 237.42 cr].— taran adarsh (@taran_adarsh) April 18, 2019

સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં 49 દિવસમાં લગભગ 92.78 કરોડની કમાણી કરી હતી. જ્યારે ટ્રેન્ડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર આ ફિલ્મે ત્રીજા વીકેન્ડ સુધીમાં 237.42 કરોડ રૂપિયા (34.20 મિલિયન ડૉલર) ની કમાણી કરી લીધી છે. ચીનમાં ફિલ્મના ચાલી રહેલ ટ્રેન્ડ અનુસાર માનવામાં આવે છે કે, ત્રીજું અઠવાડિયું પૂરું થાય ત્યાં સુધીમાં 40 મિલિયન ડૉલરની કમાણી થઈ જશે.

Top 5… Highest grossing *Indian films* in China…
1. #Dangal
2. #SecretSuperstar
3. #BajrangiBhaijaan
4. #HindiMedium#AndhaDhun is all set to surpass *lifetime biz* of #HindiMedium and emerge the fourth highest grossing film in #China.— taran adarsh (@taran_adarsh) April 15, 2019

ચીનની ટૉપ ચાર ભારતીય ફિલ્મોમાં અંધાધુન છે, અને અત્યાર સુધીની ચીનમાં સૌથી વધુ કમાણી કરનાર 5 ભારતીય ફિલ્મોમાં અંધાધુન આવી ગઈ છે. ત્યારહે આ ફિલ્મની કમાણીની બાબતમાં હિંદી મીડિયમને પણ પાછળ છોડી દીધી છે. જ્યારે ટૉપ ફિલ્મોમાં પહેલા અને બીજા નંબર પર આમિર ખાનની દંગલ અને સીક્રેટ સુપરસ્ટાર છે. અને ત્રીજા નંબર પર સલમાન ખાનની બજરંગી ભાઇજાન છે. ચોથા નંબર પર અંધાધુન છે, જ્યારે પાંચમા નંબર પર હિંદી મીડિયમ છે.

READ ALSO

Related posts

રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ કે ન ફળ્યો હાર્દિકનો પ્રચાર, મળી કારમી હાર

Nilesh Jethva

હિન્દી બેલ્ટે મોદીને ફરી બનાવ્યા પીએમ, 2 રાજ્યોમાં તો ભાજપે ક્લિનસ્વીપ મેળવી

Nilesh Jethva

એક વર્ષ પહેલાં 23મેએ જ સાથે દેખાયા હતા વિપક્ષી દિગ્ગજો, આજે છે ખરાબ હાલત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!