GSTV

આયુષ્માન અને ભૂમિ ત્રીજી ફિલ્મમાં એકસાથે કામ કરશે, સ્ત્રી ફિલ્મના ડાયરેક્ટર કરી રહ્યા છે ડાયરેક્ટ

Last Updated on February 2, 2019 by Mayur

આયુષ્યમાન ખુરાના અને ભૂમિ પેડણેકરની જોડી ત્રીજી વખત રૂપેરી પડદે સાથે કામ કરવાની છે. આ બન્નેએ ‘દમ લગા કે હઇશા અને શુભ મંગલ સાવધાન’માં સાથે કામ કર્યું છે. હવે આ જોડી અમર કૌશિક દિગ્દર્શિત ફિલ્મમાં સાથે જોવા મળશે. અમર કૌશિકે ફિલ્મ ‘સ્ત્રી’નું દિગ્દર્શન કર્યું હતું જે રૂપેરી પડદે હિટ રહી હતી.

સૂત્રની વાત સાચી માનીએ તો, અમર કૌશિકની ફિલ્મ ‘બાલા’માં આયુષ્યમાન ખુરાના અને ભૂમિ પેડણેકરની જોડી જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ માર્ચ મહિનાથી શરૂ થાયતેવી શક્યતા છે. આ એક બાલા નામના યુવક પર આધારિત ફિલ્મ છે.

જેના વાળ અકાળે જ ખરી રહ્યા છે. જ્યારે ભૂમિ શ્યામ વાન ધરાવતી યુવતીના પાત્રમાં છે. જેના વાનને કારણે તે સમાજના મહેણા-ટોણાથી પરેશાન થઇ ગઇ છે. આ ફિલ્મના માધ્યમથી એ સંદેશ આપવામાં આવશે કે સમાજમાં રંગને લઇને ભેદભાવ થાય છે તેે યોગ્ય નથી.

આ ફિલ્મ બાબતે અમર કૌશિકનું કહેવું છે કે, સમાજમાં સમાજમાં રહેનારા લોકો બાહ્ય સુંદરતા પ્રતિ વધુ આકર્ષિત થતા હોય છે, વાસ્તવમાં તેઓ તે વ્યક્તિના સ્વભાવ સુધી પહોંચવાનો પ્રયાસ જ નથી કરતા. આવા સમાજ માટે આ ફિલ્મ વિચારશીલ રહેશે.

READ ALSO

Related posts

પારાવાર મુસીબતોથી ઘેરાયેલુ હોય જીવન તો અમાસના દિવસે કરો આ અચૂક ઉપાય, બદલાઇ જશે તમારા ખરાબ દિવસો

Bansari

‘શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રાની પૂજા કરવી જોઈએ’, જાણો ‘ગંદી બાત’ ફેમ અભિનેત્રીએ કેમ કહ્યું આવું?

Vishvesh Dave

પોતાના જ લડાકુઓની મોજ-મસ્તીથી અકળાયું તાલિબાન, ભડકેલા ટોચના નેતાએ આપી દીધું આ ફરમાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!