GSTV
Gujarat Government Advertisement

આર્ટિકલ 15ને ટેક્સ ફ્રી કરવાની માગ, આયુષ્માને કહ્યું જરૂરી છે કારણ કે…

Last Updated on June 28, 2019 by Alap Ramani

આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ આર્ટિકલ 15 શુક્રવારના રોજ રિલીઝ થશે. સિનેમાઘરોમાં રિલીઝ પહેલા મુંબઈમાં ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન આયુષ્માન ખુરાનાએ કહ્યું કે, ફિલ્મને દેશમાં ટેક્સ ફ્રી ઘોષિત કરવી જોઈએ.

ખુરાનાએ મીડિયાને કહ્યું કે, ફિલ્મ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે દેશમાં ટેક્સ ફ્રી કરવી જોઈએ. આ ભારતીય બંધારણના આર્ટિકલ 15 પર આધારિત છે, જે ધર્મ, જાતિ, લિંગ અને જન્મ સ્થાનના આધાર પર ભારતીયોની વચ્ચે ભેદભાવ કરવાથી રોકાય છે. આ ફિલ્મ સત્ય ઘટનાથી પ્રેરિત છે.

View this post on Instagram

#Article15 in theatres on 28th June 2019

A post shared by Ayushmann Khurrana (@ayushmannk) on

આ ફિલ્મમાં દેશના દરેક ભાગમાં પહોંચવી જોઈએ, તેમાં કોમેડી કે મનોરંજન નથી. આ મહત્વના મુદ્દા પર બની છે જે બધા સુધી પહોંચે તેવી મારી ઈચ્છા છે. ફિલ્મનું ટ્રેલર લોકોને પસંદ આવી રહ્યું છે અને તે રિવ્યૂઝ પર મળી રહ્યા છે. કેટલાક લોકોએ આ ફિલ્મને લઈ વિરોધ વ્યક્ત કર્યો છે.

આયુષ્માને કહ્યું કે, ફિલ્મના ડાયરેક્ટર અનુભવ સિંહાએ એક બયાન આપ્યું છે જેમાં લખ્યું હતું કે અમે કોઈપણ સમુદાયની નકારાત્મક તસવીરો નથી બતાવી, ખાસ કરીને બ્રાહ્મણ સમુદાયની. જ્યારે લોકો ફિલ્મ જોશે ત્યારે તેમને ખ્યાલ આવશે કે ફિલ્મમાં જે સમર્થક છે તે બ્રાહ્મણ સમુદાયથી છે અને એટલે જ અમે કોઈની પણ આલોચના નથી કરી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સુરતની આ ડેરીએ કર્યો દૂધ અને તેની બનાવતોમાં ભાવ વધારો, કોંગ્રેસે ઉઠાવ્યો વાંધો કર્યું પ્રદર્શન

Pritesh Mehta

ડેલી ડેટા ખતમ થવાની ઝંઝટથી હવે છૂટકારો! Viએ લોન્ચ કર્યો શાનદાર પ્લાન, મન ફાવે તેમ ડેટાનો કરો ઉપયોગ

Zainul Ansari

કોરોનાને આમંત્રણ/ બીજી લહેરથી કઈ નથી શીખ્યા લોકો, ફરી શહેરના એક મોલમાં ઉમટી પડયા લોકો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!