GSTV
Home » News » Birthday Special : ખૂબ જ ફિલ્મી છે આયુષમાન ખુરાનાની લવ સ્ટોરી !

Birthday Special : ખૂબ જ ફિલ્મી છે આયુષમાન ખુરાનાની લવ સ્ટોરી !

2012 થી બોલિવુડ કારકિર્દી શરુ કરનાર આયુષમાન ખુરાનાનો આજે જન્મદિવસ છે તેમજ તેનાં ચાહકો માટે આવતાં મહિને તે ફિલ્મો પણ કરી રહ્યો છે. ત્યારે આવો જાણીએ તેની લવસ્ટોરી વિશે.

 

View this post on Instagram

 

A post shared by Ayushmann Khurrana (@ayushmannk) on


તે અને તેની પત્ની તાહિરા એક બીજાને ટ્યુશન ક્લાસમાં પોતાનાં વતન ચંડીગઢમાં મળ્યા હતા. જ્યાં તેઓ એક સાથે ફિઝિક્સનાં ક્લાસમાં જતા હતા. બન્ને એક બીજાને મનોમન પસંદ કરતાં હતા. ત્યારે એક દિવસ તાહિરાનાં પિતાએ કહ્યુ કે આજે તેઓ તેનાં એક જુનાં મિત્રને ત્યાં ઘેર જમવાં જવાનાં છે. ત્યાં નવાઈ વચ્ચે તેઓ એક બીજાને મળ્યા. આમ તેઓ એક બીજાનાં ફેમેલી ફ્રેંડ નીકળ્યા.

 

View this post on Instagram

 

A post shared by tahirakashyap (@tahirakashyap) on

ત્યારબાદ તેઓ સાથે જ પંજાબ યુનિવર્સિટીમાં સાથે માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કરતાં હતા. અને એક બીજાની સામે ડિબેટ અને ડ્રામામાં ભાગ લેતાં હતા. આ દરમિયાન તેઓ મિત્ર બની ગયા અને સાથે સાથે ફરતાં થયાં હતા. ત્યારે એક દિવસ આયુષમાને તાહિરાને પ્રપોઝ કર્યુ હતુ. જેનો તેણે સહર્ષ સ્વિકાર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ayushmann Khurrana (@ayushmannk) on

જ્યારે આયુષમાનનાં લગ્ન થયાં ત્યારે તે હજુ બોલિવુડમાં સંઘર્ષ કરતો હતો. અને હજુ સ્ટાર બન્યો ન હતો. જ્યારે તાહિરા પોતાનાં પ્રોફેશનમાં ખુબ જ આગળ હતી. આમ છતાં તેણે ક્યારેય આ અંગે મનમાં ઓછું ન આણ્યુ. ત્યારબાદ આયુષમાનને તેની પ્રથમ પિક્ચર મળી અને તે સ્ટાર બન્યો. આજે તેઓ બે બાળકોનાં માતા પિતા છે. અને પોતપોતાનાં ક્ષેત્રમાં ખુબ જ સફળ છે. ન

Related posts

અમદાવાદ, આગરા અને દિલ્હી બાદ આ સિટીની પણ મુલાકાત લઈ શકે છે ટ્રમ્પ

Pravin Makwana

આ શાળામાં છેલ્લા સોળ વર્ષથી આદિવાસી બાળકોને સરકારી ગ્રાન્ટ વગર કરાવવામાં આવે છે અભ્યાસ

Nilesh Jethva

નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટને ધ્યાનમાં રાખીને સુરતમાં તૈયાર કરાઈ સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમની નોટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!