GSTV

Ayushman Bharat Yojana: હવે ફ્રી મળશે ‘આયુષ્માન કાર્ડ’, જાણો ફ્રી સારવાર, 5 લાખનો વીમો લેવા માટે ક્યાં અને કેવી રીતે બનશે કાર્ડ

આયુષ્માન

Last Updated on February 25, 2021 by Bansari

Ayushman Bharat Yojana: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓ માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવે આયુષ્માન ભારત યોજનાના લાભાર્થી પોતાનુ ‘આયુષ્માન કાર્ડ’ ફ્રીમાં લઇ શકો છો. એટલે કે તેના માટે હવે કોઇ ચાર્જ નહીં આપવો પડે. પહેલા આ કાર્ડ માટે 30 રૂપિયા લેવામાં આવતાં હતા.

ક્યાં મળશે આયુષ્માન કાર્ડ

એક અહેવાલ અનુસાર, આ કાર્ડ દ્વારા જ લાભાર્થી પોતાની સારવાર ફ્રીમાં કરાવી શકો છો. લાભાર્થીઓને આયુષ્માન ભારત કાર્ડ દેશભરમાં કોમન સર્વિસ સેંટર પર મળે છે. જો કે આ કાર્ડનુ ડુપ્લીકેટ બનાવવા માટે તમારે 15 રૂપિયા ચુકવવા પડશે.

આયુષ્માન

લાભાર્થીઓને ફ્રી કાર્ડ આપવાનો નિર્ણય રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણે કર્યો જેથી આ યોજના અંતર્ગત સેવા વિતરણની પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સુગમ બનાવી શકાય. સરકારે કહ્યું કે આયુષ્માન કાર્ડ પીએમ-જેએવાયના કોઇપણ હોસ્પિટલમાં મળી શકે છે. હવે તેને ફ્રીમાં જારી કરવામાં આવશે. આ એક પ્રકારનું પીવીસી કાર્ડ છે જેને કાગળના કાર્ડ પર લાવવામાં આવી રહ્યું છે. આ કાર્ડને સરળતાથી ઘણાં વર્ષો સુધી સંભાળીને રાખી શકાય છે.

શું છે આયુષ્માન ભારત યોજના

આયુષ્માન ભારતને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અથવા નેશન હેલ્થ પ્રોટેક્શન સ્કીમ અથવા મોદી કેરની સારવાર માટે જરૂરી છે આયુષ્માન કાર્ડ.

આ યોજના અંતર્ગત દેશના દસ કરોડ ગરીબ પરિવારોને કેંસર સહિત 1300થી વધુ બિમારીઓની ફ્રી સારવાસ અને દર પરિવારને 5 લાખ રૂપિયા સુધીનો વીમા કવર કરવામાં આવી રહ્યું છે. જો તમારુ નામ આ યોજના અંતર્ગત આવે છે અને તમે તેનો લાભ લેવા માગો છો. તો તમારી પાસે આયુષ્માન કાર્ડ હોવુ જરૂરી છે. આ કાર્ડને આયુષ્માન કાર્ડના નામે પણ જાણીતુ છે.

આયુષ્માન કાર્ડ બનાવડાવવુ બન્યુ સરળ

જો તમારુ નામ આયુષ્માન ભારત યોજનામાં છે અને તમે ગોલ્ડન કાર્ડ બનાવડાવવા ઇચ્છો છો તો તમે આ યોજનામાં સામેલ હોસ્પિટલ અથવા જન સેવા કેન્દ્રનો સંપર્ક સાધવો જોઇએ. ગ્રામીણ ક્ષેત્રોમાં કાર્ડ બનાવડાવવા માટે જનસેવા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે જ્યાં તમે આ કાર્ડ બનાવડાવી શકો છો. તેને બનાવડાવવા માટે પહેલા તમારે 30 રૂપિયા ચુકવવા પડતાં હતાં પરંતું હવે આ ફ્રીમાં મળશે અને સાથે જ રાશન કાર્ડ, આધાર કાર્ડ અને મોબાઇલ નંબર જણાવવાનો રહેશે. આયુષ્માન ભારતમાં એક નવી જોગવાઇ કરવામાં આવી છે. નવો નિયમ એ છે કે આ યોજના સાથે જોડાયેલા પરિવારમાં લગ્ન કરીને આવેલી નવવધુને ફ્રી સ્વાસ્થ્ય સેવાઓ મેળવવા માટે કોઇ કાર્ડ અથવા ડોક્યુમેન્ટ્સની જરૂર નહી પડે. આવી મહિલાઓ પોતાના પતિનું આધાર કાર્ડ બતાવીને પણ તમામ સેવાઓનો લાભ લઇ શકશે. જણાવી દઇએ કે રહેલા આવી મહિલાઓને વિવાહનું પ્રમાણપત્ર બતાવવુ જરૂરી હતુ.

આયુષ્માન

આયુષ્માન ભારતમાં આવી રીતે જુઓ તમારુ નામ

સૌથી પહેલા આ લિંક પર ક્લિક કરો  https://mera.pmjay.gov.in /search/login જે બાદ પોતાનો  મોબાઈલ નંબર એડ કરો. જે બાદ કેપ્ટા કોડ એડ  કરો. ત્યારબાદ OTP જનરેટ કરો. જે બાદ OTP  નંબર એડ કરો. તે બાદ રાજય સિલેકટ કરો. તેને  પાતાના નામ અથવા જાતિ શ્રેણીથી સર્ચ કરો. તે  બાદ પોતાની ડિટેલ એન્ટર કરો અને સર્ચ કરો.

આયુષ્માન ભારત હેલ્પલાઈન નંબર

તમે આ નંબરો પર એ વાતની માહિતી જાણી શકો  છો કે, તમે આયુષ્માન ભારત યોજનાના લાભાર્થી  છો કે નહિ. હેલ્પલાઈન નંબર 14555 છે. જેની પર  આયુષ્માન ભારત યોજનાની જાણકારી લઈ શકો  છો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના વધુ એક  હેલ્પલાઈન નંબર 1800 1110565 પણ છે. આ  નંબર 24 કલાક ચાલૂ રહેશે.

Read Also

Related posts

કોર્ટ સખ્ત: રાજ્યમાં ફાયર સેફટી અંગે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી, નિયમો બધાની માટે સમાન

pratik shah

કામની વાત/ તમારુ પણ SBIમાં એકાઉન્ટ હોય તો વહેલીતકે પતાવી લેતો આ કામ નહીંતર…બેંકે આપી છે ડેડલાઇન

Bansari

BIG NEWS: UPSCએ અપરણિત મહિલાઓને આપી NDA અને નેવી એકેડમીની પરીક્ષામાં આવેદનની મંજૂરી, સુપ્રીમના નિર્દેશ પછી ઉઠાવ્યું પગલું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!