કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ગરીબ પરિવારને પાંચ લાખ રૂપિયા સુધી મફતમાં સારવાર કરવામાં આવે છે. આ દુનિયાની સૌથી મોટી હેલ્થ કેર યોજના છે. આવુ એટલા માટે છે કારણ કે, તેના માધ્યમથી દેશના 10 કરોડ ગરીબ પરિવારના લગભગ 50 કરોડ લોકોને 5 લાખ સુધીનુ સ્વાસ્થ્ય સુરક્ષા કરવ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ પણ બને છે. જેમાં હોસ્પિટલમાં દાખલ થતાં 5 લાખ સુધીની સારવાર મફતમાં થાય છે.
પાંચ લાખ સુધીની સારવાર મફતમાં થાય છે
ગરીબો સુધી સારી સારવાર પહોંચી રહે તે માટે મોદી સરકારે આ યોદનાને 2018માં લોન્ચ કરી હતી. આ યોજનાનો અત્યાર સુધીમાં એક કરોડથી વધારે લોકોએ લાભ લીધો છે. મોટા ભાગે લોકો રજીસ્ટ્રેશન તો કરાવી લેતા હોય છે, પણ ત્યાર બાદ કન્ફ્યુઝનમાં આવી જાય છે કે, શું તેમનું રજીસ્ટ્રેશન થયુ કે નહીં, જે જાણવુ એકદમ સરળ છે. તમે ઘરે બેઠા ઈન્ટરનેટ દ્વારા જાણી શકો છો.
આ રીતે કરો પ્રોસેસ
જેના માટે તમારે સૌથી પહેલા mera.pm.jay.gov.in પર વિઝિટ કરવાની રહેશે. આ હોમ પેજ પર એક બોક્સ મળશે.. જેમાં તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે. જેના પર એક OTP આવશે. જેને નાખતા જ ખબર પડી જશે કે, તમારુ નામ જોડાયેલુ છે કે, નહીં. આ ઉપરાંત તમે 14555 પર કોલ કરીને પણ જાણી શકો છો કે, તમારુ નામ તેમા જોડાયેલુ છે કે નહીં.
સાથે જ તમે 1800-111-565 નંબર ડાયલ કરીને પણ જાણી શકો છો કે, તમારા પરિવારના લોકોના નામ આ યોજનામાં છે કે નહીં.ઉપરાંત નજીકની કોઈ પણ હોસ્પિટલમાં જઈને પણ આપ જાણી શકો છો આ યોજના વિશે.
READ ALSO
- બદલાયા નિયમો/ જાહેરમાં સિગારેટ પીતાં પકડાયા તો 2000 રૂપિયા થશે દંડ : સ્મોકિંગ ઝોન રદ અને વેચવા માટે પણ લેવું પડશે લાયસન્સ
- કામના સમાચાર/ પાસપોર્ટ અને રેલવે ટીકિટની જેમ તત્કાલ મળશે ડ્રાઈવિંગ લાયસન્સ, ફિટનેસ સર્ટિફિકેટ માટે પણ નહીં જવું પડે RTO
- ખાસ વાંચો/ ક્યાંક તમારી જૂની કાર ભંગાર તો નહીં થઈ જાય, સરકારે આ પોલિસીને આપી મંજૂરી
- મોટાભાગના ખેડૂતો નથી જાણતા કે શું છે નવા ત્રણ કૃષિ કાયદા, નહીંતર આખો દેશ ભડકી ઉઠે: વાયનાડથી બોલ્યા રાહુલ ગાંધી
- રિવરફ્રન્ટની વધશે રોનક/ સરકારે 49 પ્લોટ વેચાણ માટે મૂક્યા, હાઈરાઈઝ ઈમારતથી ઝળહળી ઉઠશે શહેરની સ્કાઈલાઈન