GSTV

મિડલક્લાસને મોદી સરકારની મોટી ભેટ, હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર થઈ જશે મફત

આયુષ્માન ભારત યોજનાના માધ્યમથી દેશના ગરીબ લોકોને આરોગ્યની સારી સુવિધાઓ મળે છે. પરંતુ હવે આ યોજના ફક્ત ગરીબો સુધી મર્યાદિત રહેશે નહીં. હવે આ યોજનાનો લાભ દેશના તેવા નાગરિકો પણ લઈ શકશે જેઓ ગરીબી રેખાથી ઉપર છે. સરકારે આ પ્રસ્તાવ પર મહોર મારી દીધી છે. જેના પરિણામે મિડલક્લાસ લોકોને પણ મોદી સરકારની આ યોજનાથી વિશેષ લાભ થશે. હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની કેસલેશ સારવારનો પણ લાભ મળી જશે.

આ યોજનાને વધુ લોકો સુધી પહોંચવાની મળી મંજૂરી

સરકાર આયુષ્યમાન ભારત હેઠળ દેશના 10.74 કરોડ પરિવારોને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની કેસલેસ સારવાર કવર આપે છે. નેશનલ હેલ્થ ઓથોરિટી (એનએચએ) એ હવે આ યોજનાને ‘the missing middle અર્થાત જેના સુધી આ સ્કિમ પહોંચી નથી તેવા લોકો સુધી પહોંચવાની યોજનાને લીલી ઝંડી આપી છે.

નાના વ્યવસાયિકો, સેલ્ફ એમ્પ્લોયને પણ મળશે લાભ

આયુષ્યમાન ભારત યોજનાના આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં એવા લોકોને ફાયદો થશે જે અનિયમિત ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે. સેલ્ફ એમ્પલોય, વ્યસાયિકો છે, અથવા નાના વ્યવસાયિક ઉદ્યોગ ધંધાઓ સાથે જોડાયેલી કંપનીઓ (MSMEs) સાથે કામ કરતા હોય તેમને લાભ મળશે. સરકારનું કહેવું છે કે આ યોજનાને the missing middle સુધી પાઇલટ પ્રોજેક્ટ તરીકે પહોંચાડવામાં આવશે. તે પછી તે જાણશે કે શું કામ કરે છે અને શું નહીં.

હાલની હેલ્થ સ્કિમ આયુષ્યમાન ભારત અને પ્રધાનમંત્રી જનધન યોજના સાથે થશે મર્જર

આ ઉપરાંત, રાષ્ટ્રીય આરોગ્ય ઓર્થોરિટી (એનએચએ) બોર્ડે કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારની હાલની હેલ્થ સ્કિમ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનધનયોજના (આયુષ્માન ભારત-પીએમજેવાય) સાથે મર્જરને મંજૂરી આપી દીધી છે. આમાં કાયમી અને કરાર કરાયેલા સરકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેના વિસ્તારમાં બાંધકામ કામદારો, સફાઇ કર્મચારી, માર્ગ અકસ્માતમાં ઘાયલ દર્દીઓ, સેન્ટ્રલ સશસ્ત્ર દળના જવાનોનો પણ સમાવેશ કરવામાં આવશે. આ યોજનાઓના મર્જરથી કરોડો લોકોને લાભ થશે તેવી અપેક્ષા છે કે જેઓ આજકાલ આરોગ્ય સુવિધાઓની અછતને કારણે ચાલી રહ્યા હતા.

READ ALSO

Related posts

અધિક માસમાં દરરોજ કરો આ મંત્રોનો જાપ, ભગવાન વિષ્ણુની તમારા પર થશે અસીમ કૃપા

Ankita Trada

આર્થિક મંદી / આવક ઓછી અને ખર્ચા વધ્યા : આ 3 મોરચે મોદી સરકારની વધી શકે છે ચિંતા, હવે ભરાઈ ગઈ છે સરકાર

Karan

ઓટો સેક્ટરની હાલત સુધારવા સરકાર લાવી રહી છે આ પોલિસી, 30 ટકા સસ્તી થશે નવી કાર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!