સરકારે આયુષ પ્રોફીલેક્ટીક દવાઓ(Ayush Prophylactic Medicines), આહાર અને જીવનશૈલી પર લેખિત માર્ગદર્શિકા દેશભરમાં 75 લાખ લોકોને વહેંચવા માટે અભિયાન શરૂ કર્યું છે. રોગચાળાના આ મુશ્કેલ સમયમાં, સરકારનું આ અભિયાન રોગપ્રતિકારક શક્તિ વધારવાની જીવનશૈલી સુધારવામાં મદદ કરશે.

PHDCCI ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ પ્રદીપ મુલ્તાનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ પહેલ રોગપ્રતિકારકતા ભરેલી જીવનશૈલીને સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કોરોના સંકટના આ સમયમાં, વસ્તીના ઇમ્યુનો-કૉમ્પ્રોમાઈસ્ડ બ્રેકેટ (વૃદ્ધો અને ફ્રન્ટલાઈન કામદારો) પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ અને આયુષ મુંજપારા રાજ્ય મંત્રી (MoS) દ્વારા 2 સપ્ટેમ્બરના રોજ આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
75 લાખ લોકોને દવા વિતરણ કરવામાં આવશે
આ અભિયાન અંતર્ગત, આગામી એક વર્ષમાં, કોરોના મહામારીને નિયંત્રિત કરવાના ઉપાયોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી ઇમ્યુનીટી વધારતી દવા અને લેખિત માર્ગદર્શિકા દેશભરમાં 75 લાખ લોકોમાં વહેંચવામાં આવશે. આયુષ મંત્રાલયનું આ અભિયાન 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો અને ફ્રન્ટલાઈન કામદારો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
CCRAS એ આયુર્વેદિક દવાઓની કીટ તૈયાર કરી
સંશામણી વટી(Sanshamani Vati) (ગુડુચી અથવા ગિલોય ઘન વતી તરીકે પણ ઓળખાય છે) અને અશ્વગંધા ઘન વટી(Ashwagandha Ghan Vati) કોરોના રોગચાળાને રોકવા માટે આયુષ દવાઓની કીટમાં છે. પ્રોફીલેક્ટીક આયુર્વેદિક દવાઓ અને માર્ગદર્શિકાઓની આ કીટ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક મેડિસિન (CCRAS) દ્વારા તૈયાર કરવામાં આવી છે.
બધા માટે આરોગ્ય સુનિશ્ચિત કરે છે
કોરોના મહામારીના નિવારણને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલા આ વિશેષ અભિયાનના પ્રારંભ સમયે આયોજિત એક સભાને સંબોધતા કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું હતું કે આ અભિયાનનો હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપના અને અભિયાનને સાકાર કરવામાં યોગદાન આપવાનો છે. ‘બધા માટે આરોગ્ય’ સુનિશ્ચિત કરવા. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ કોરોના મહામારી સામે લડવા માટે સાત કાર્યોની યાદી આપી છે અને તેમાંથી પ્રથમ વૃદ્ધોની સંભાળ રાખવાનું છે.
ALSO READ
- પોસોકોની કાર્યવાહી/ 13 રાજ્યોમાં વીજ કંપનીઓ પર રૂ. 5000 કરોડનું દેવું, વીજળીની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ
- ડાકોરથી લઇને શામળાજીમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, કાળિયા ઠાકોરના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી
- ખરાબ સમાચાર/ બાંકે બિહારી મંદિરમાં દુર્ઘટના; ભીડ વધતા બે લોકોના મોત, VIPsને એન્ટ્રી આપવાનો આરોપ
- પીએમ મોદી બોલ્યા- સરકાર બનાવવી સહેલી છે પણ દેશ બનાવવાનુ કામ વધારે અઘરુ છે
- રામદેવરા દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, બનાસકાંઠાના 7 લોકોના મોત: ચીખથી ગુંજી ઉઠ્યો હાઈવે