GSTV

કોરોનાથી બચવા ઉકાળાઓ અને ટેબલેટ વેચનાર મોદી સરકારના આયુષ મંત્રીને જ લાગ્યો કોરોના ચેપ, હોમ આઈસોલેશન થયા

દેશમાં કોરોના વાયરસનું સંકટ સતત વધી રહ્યું છે. દરરોજ હજારો લોકો કોરોના વાયરસથી સંક્રમિત થી રહ્યા છે. હવે મોદી સરકારના મંત્રીઓ પણ કોરોના વાયરસની ઝપટમાં આવી રહ્યાં છે. મોદી સરકારના અન્ય એક પ્રધાનને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે.

કેન્દ્રીય આયુષ પ્રધાન શ્રીપદ નાઈક કોરોના પોઝિટીવ આવ્યો છે. શ્રીપદ નાયકે ખુદ ટ્વીટ કરીને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું, ‘મારો આજે કોવિડ -19 રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હું હવે હોમ આઈસોલેશનમાં છું. છેલ્લા કેટલાક દિવસોમાં જેઓ મારા સંપર્કમાં આવ્યા છે તેઓને જાતે તપાસ કરાવી લેવા અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યો છું. આયુષ મંત્રાલયે કોરોનાથી બચવા માટે દેશમાં લોકોને ઉકાળાઓને ટેબલેટ આપી છે. એ મંત્રાલયના મંત્રી જ કોરોના પોઝિટીવ આવ્યા છે.

પ્રણવ મુખર્જી પણ થયા કોરોનાગ્રસ્ત

પ્રણવ મુખરજી પણ કોરોનાથી પીડિત છે. હાલમાં તેમની હાલાત ગંભીર છે. જેઓની સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, જળ સંસાધન પ્રધાન અર્જુન મેઘવાલને પણ કોરોના ચેપ લાગ્યો છે. આ તમામ લોકોની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આયુષ મંત્રી શ્રીપદ નાઈક


તમને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 ઓગસ્ટે કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, “મને કોરોનાનાં પ્રારંભિક લક્ષણો પછી પરીક્ષણ કરાવ્યું છે અને રિપોર્ટ સકારાત્મક આવ્યો છે. મારી તબિયત બરાબર છે પરંતુ ડોક્ટરોની સલાહથી મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહી છે. હું તમને વિનંતી કરું છું કે છેલ્લા કેટલાક દિવસોમાં તમે બધા જેઓ મારા સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને તમારી જાતને અલગ કરો અને તમારી તપાસ કરો. ‘

પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પણ કોરોનાગ્રસ્ત થયા

કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન ગૃહ પ્રધાનને કોરોનાથી ચેપ લાગ્યાંના બે દિવસ પછી 4 ઓગસ્ટના રોજ વાયરસમાં સપડાયા હતા. તેમને તાત્કાલિક ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમણે ખુદ ટ્વિટર દ્વારા આ માહિતી આપી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘કોરોનાનાં લક્ષણો જોતાં જ મેં ટેસ્ટ કરાવ્યો છે જે પોઝિટીવ આવ્યો છે. ડોકટરોની સલાહથી હું હોસ્પિટલમાં દાખલ અને સ્વસ્થ છું.

તે જ સમયે, કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલને શનિવારે કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. તેમને દિલ્હીના એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

ચાઈનાને લાગશે સૌથી મોટો ઝટકો: ભારત બાદ હવે અમેરિકા પણ લગાવશે ટિકટોક સહિત આ એપ પર પ્રતિબંધ

Pravin Makwana

સુપ્રીમ કોર્ટે BS-IV ડીઝલ વાહનોના રજીસ્ટ્રેશન માટે આપી મંજૂરી, પણ તમને નહીં થાય કોઈ ફાયદો

Pravin Makwana

સંસદમાં ફોન પર ગંદી ફિલ્મો જોઈ રહ્યા હતા સાંસદ, પકડાઈ જતાં બનાવ્યુ અજીબોગરીબ બ્હાનું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!