GSTV

સાવધાન: શું તમે પણ આ યોજનામાં અરજી કરી છે ? અરજદારો સાથે છેતરપિંડી કરી લુંટવામાં આવી રહ્યા છે પૈસા

કેન્દ્ર સરકારે આયુષ્યગ્રામ NHRM વેલનેસ સેન્ટરમાં ભરતીના નામ પર થઈ રહેલ છેતરપીંડિથી બચવા માટે લોકોને સલાહ આપી છે. આયુષ મંત્રાલયે કહ્યું છે કે, હાલમાં થઈ રહેલ છેતરપિંડી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મંત્રાલયે બધા જ આયુષ પ્રોફેશનલ્સ અથવા અરજદારોને સતર્ક રહેવાની અપીલ કરી છે. આવેદનના નામ પર લોકો પાસેથી 350 રૂપીયાની ફી તરીકે પૈસા પડાવી લેવામાં આવે છે.

ઓનલાઈન માંગવામાં આવી રહ્યા છે આવેદન

આયુષ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, એક સંદિગ્ધ જાહેરાત થકી કેટલાક લોકો આયુષ્યગ્રામ ભારતમાં ભરતીના નામ પર છેતરપિંડી કરી રહ્યા છે. આ લોકો https://ayushgrambharat.blogspot.com/2020/01/welcome-to-ayushgram-bharat-nrhm.html લિંક પર આયુષ પ્રોફેશનલ પાસેથી અરજી માગી રહ્યા છે. મંત્રાલયે કહ્યું છે કે, તેઓ આ લોકોની વિરુદ્ધ કાનુની કાર્યવાહી કરવા જઈ રહ્યા છે. મંત્રાલયે કહ્યું છે કે, સત્તાવાર વેબસાઈટ NIC/GOV.in પ્લેટફોર્મ પર હોસ્ટ કરવમાં આવી રહી છે. માત્ર આ વેબસાઈટ પર જ સત્તાવાર જાણકારી ઉપલબ્ધ હશે.

350 રૂપીયા લેવામાં આવી રહી છે ફી

આયુષ મંત્રાલય તરફથી આપવામાં આવેલ આવેદન લિંક પર ફી જમા કરવાની લિંક મળી છે. આ લિંક પર ક્લિક કરવાથી જાણવા મળ્યું છે કે, પ્રત્યેક આવેદક પાસેથી અરજી ફીના નામ પર 350 રૂપીયા લેવામાં આવી રહ્યા છે. આ ફી payumoney ના ગેટવે પરથી લેવામાં આવી રહી છે, જ્યારે કે, સરકાર કોઈપણ ભરતીની અરજી ફી મોટાભાગે સુનિશ્ચિત કરવામાં આવેલ બેંકના ગેટવે પરથી લેવામાં આવે છે.

READ ALSO

Related posts

પત્નીને અસંતોષ છે ઘોડા જેવા છે આ ઉપાયો, શિશ્નની સાઈઝને સાઈડ પર રાખી આ રીતે સંબંધોનો આનંદ લો

Karan

લોક સુનાવણીમાં લોકોનો વિરોધ જોતા કલેકટરે ચાલતી પકડી, વડાપ્રધાનના હસ્તે કરાયું હતું આ પ્લાન્ટનું ઉદ્ઘાટન

Nilesh Jethva

મોદી સરકારની વધશે મુશ્કેલી/ રાજીનામુ આપ્યા બાદ હરસિમરત કૌરની ખુલ્લી ચેતવણી, અત્યાર સુધી હાથ જોડ્યા, હવે દિલ્હીની દિવાલો હચમચાવીશું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!