GSTV

શિયાળામાં દહીં ખાવું કે ન ખાવું, શું કહે છે આયુર્વેદ?

Last Updated on December 7, 2019 by

ઘણા લોકોને દહીં બહુ ભાવતું હોય છે. રાયતુ હોય કે લસ્સી, ઘણી રીતે ખાઇ શકાય છે, સાથે-સાથે નિયમિત દહીં ખાવાથી શરીરને પણ બહુ ફાયદા મળે છે. પરંતુ ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હોય છે કે, શિયાળામાં દહીં ખાવું કે નહીં. કેટલાક લોકો એમ માને છે કે, શિયાળામાં દહીં ખાવાથી નુકસાન થાય છે તો, કેટલાક લોકો આ મંતવ્ય સાથે સહમત નથી. તો અહીં જાણો, ખરેખર આયુર્વેદ શું કહે છે આ અંગે..

આયુર્વેદ વિશેષકોના જણાવ્યા અનુસાર, ઠંડીના દિવસોમાં દહીં ખાવાથી કફની સમસ્યામાં વધારો થાય છે. કારણકે દહીં ખાવાથી ગળામાં બલગમ બનવા લાગે છે અને શરદી-ખાંસીની સમસ્યામાં વધારો થાય છે. સાથે-સાથે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય કે પછી અસ્થમા કે સાઇનસની સમસ્યા હોય તેમણે આયુર્વેદ અનુસાર દહીંનું સેવન ન કરવું જોઇએ, ખાસ કરીને રાત્રે તો ન જ કરવું.

તો બીજી તરફ, દહીંમાં રહેલ કેલ્શિયમ, વિટામિન બી12 અને ફૉસ્ફરસ શારીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. દહીંના સેવનથી આંતરડાંમાં હેલ્ધી બેક્ટેરિયા પહોંચાડવામાં મદદ મળે છે, જે ખોરાકના પાચનમાં મદદ કરે છે. એટલે શિયાળામાં પણ દહીં ખાવું ફાયદાકારક છે. જોકે જેમને શ્વાસ સંબંધિત બીમારી હોય, તેમણે સાંજે 5 વાગ્યા બાદ દહીંનું સેવન ન કરવું જોઇએ.

આમ તો શિયાળામાં ઘણાં પત્તાવાળાં શાકભાજી આવે છે, જેનું રાયતું ખૂબજ સ્વાદિષ્ટ બને છે. પરંતુ દહીં ખાવા બાબતે બધાંની રાય અલગ-અલગ હોય છે. જો તમારે પણા શિયાળામાં દહીંનું સેવન કરવું હોય તો, તે સમયે શરદી-ખાંસી ન હોય તેનું ધ્યાન રાખવું. સાથે-સાથે તાજું જમાવેલું દહીં ખાવાનો પ્રયત્ન કરવો. દહીં ખાવામાં આટલી સાવધાની રાખશો તો કોઇ નુકસાન નહીં થાય, પરંતુ ફાયદા જ ફાયદા મળશે.

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!