GSTV
Gujarat Government Advertisement

આયુર્વેદ : કોરોનામાં ડિમાન્ડ વધતાં આ વસ્તુનો ભાવ એક કિલોનો રૂપિયા 1200એ પહોંચ્યો, મહામારી પહેલાં આટલો હતો ભાવ

કોરોના

Last Updated on May 4, 2021 by Bansari

ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. કોરોનાના સંક્રમણથી બચવા લોકો આર્યુવેદ સહિત ઘરગથ્થુ ઉપાયનો સહારો લઇ રહ્યાં છે. હાલ લવિંગ, અજમા અને કપૂરની પોટલીનો વધુ વપરાશ થઇ રહ્યો છે. કપૂરની માંગમાં એટલો વધારો થયો છેકે, કપૂરનો કિલોનો ભાવ રૂા.૧૨૦૦ સુધી પહોંચ્યો છે.

કોરોના

કપૂરના ઉત્પાદન માટે ફેકટરીમાં કામદારોને ડબલ શિફ્ટમાં કામ કરવુ પડે છે

કોરોના કાળમાં કપુરનો એટલા પ્રમાણમાં ઉપયોગ વધી રહ્યો છે ત્યારે કપૂરના ઉત્પાદન માટે ફેકટરીમાં કામદારોને ડબલ શિફ્ટમાં કામ કરવુ પડે છે. હાલમાં કપુર પોટલી જ નહીં, કપુર અગરબત્તી પણ ધૂમ વેચાઇ રહી છે જેના કારણે કપૂરની માંગમાં દસ ગણો વધારો થયો છે.

કોરોના

કપૂરનો કિલોનો ભાવ રૂા.૫૦૦-૫૫૦ હતો જે અત્યારે વધીને છેક રૂા.૧૨૦૦ સુધી પહોંચ્યો

એક સમયે કપૂરનો કિલોનો ભાવ રૂા.૫૦૦-૫૫૦ હતો જે અત્યારે વધીને છેક રૂા.૧૨૦૦ સુધી પહોંચ્યો છે. કપુરની ટિકડી બનાવવા માટે મહારાષ્ટ્રથી રો મટિરિયલ્સ આવે છે. પણ કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં લોકડાઉન હોવાથી રો-મટિરિયલ્સ પણ પુરતા પ્રમાણમાં મળતુ નથી જેના કારણે કપૂરના ઉત્પાદન ઘટયુ છે. કપૂરની માંગ સામે ઉત્પાદન ઓછુ થઇ રહ્યુ છે. ચેન્નાઇ પણ પણ કપૂરનો રો-મટિરિયલ્સ પુરતા જથ્થામાં આવતું નથી. આમ, કોરોના કાળમાં કપૂરની ડિમાન્ડ વધી છે જેના કારણે ભાવ પણ વધ્યાં છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચેતવણી / મીઠું ખાવામાં રાખજો સાવધાની : આ ભૂલો ભારે પડશે, દર વર્ષે 30 લાખ લોકોના થાય છે મોત

Bansari

સંવેદનાનું શાણપણ: જાહેર વિતરણ વ્યવસ્થાના ગુજરાતમાં ચિથરેહાલ, રાશનની અનેક દુકાનો પર ‘માલ નથી આવ્યો’ના બોર્ડ લાગ્યા

Pravin Makwana

પેલેસ્ટાઇનના રોકેટ હુમલામાં માર્યા ગયેલી કેરળની મહિલાની અંતિમ વિદાઈ, પાર્થિવ શરીર ભારત પહોંચ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!