GSTV
AGRICULTURE Trending

જગતના તાત માટે આવ્યો સુવર્ણ અવસર / ડ્રોનથી થશે ખેતી, SBI ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે સસ્તી લોન આપશે

ડ્રોન ઉત્પાદક આયોટેકવર્લ્ડ નેવિગેશને 7 ફેબ્રુઆરીના રોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ દરમિયાન એવિએશને કહ્યું કે આ સરકારી બેંક કંપનીના કૃષિ ડ્રોન ખરીદવા માટે કેન્દ્ર સરકારની યોજના હેઠળ ખેડૂતોને રાહત દરે લોન આપશે. તે જ સમયે કંપનીના સહ-સ્થાપક દીપક ભારદ્વાજે જણાવ્યું હતું કે SBI Ayotechworld નેવિગેશનના ગ્રાહકોને કંઈપણ ગીરવે મૂક્યા વિના બજાર દરે લોન આપશે.

તમને જણાવી દઈએ કે આ સમજુતી 1 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી હતી, જેના પર ભારતીય સ્ટેટ બેંકમાં ડીજીએમ આઇસી એન્ડ જીએલ, એબીયૂ એન્ડ જીએસએશના યોગેન્દ્ર શેલ્કે અને દીપક ભારદ્વારે હસ્તાક્ષર કર્યા હતાં. ભારદ્વારે કહ્યું કે ભારના કૃષિ ક્ષેત્ર માટે વરદાન સાબિત થવાનું છે. એસબીઆઈ દ્વારા આપવામાં આવેલ ઋણ સુવિધા તે ખેડૂતો માટે અત્યંત મદદગાર સાબિત થશે જે સંસ્થાકીય નાણાકીય સુવિધાના અભાવમાં ડ્રોન નહતાં ખરીદી શકતાં.

આયોટેકવર્લ્ડ એવિગેશનના ‘એગ્રીવોટ ડ્રોન’થી ભારતના સૌથી પહેલા ડીજીસીએ ”ટાઇપ સર્ટિફિકેશન” મળ્યું છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જૂન 2022માં આયોટેક નેવિગેશનને આ પ્રમાણપત્ર આપ્યું હતું.

તે જ સમયે, આ ભાગીદારી પર ખુશી વ્યક્ત કરતાં આયોટેકવર્લ્ડ એવિગેશનના સહ-સ્થાપક અનુપ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ડ્રોન ખેતીમાં ખાતર અને જંતુનાશકોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં મદદ કરે છે, જેનાથી ખેતીનો ખર્ચ ઓછો થાય છે. એગ્રીકલ્ચર-ડ્રોનના ઉપયોગથી ઉપજ તો વધશે જ, પરંતુ સમયની પણ ઘણી બચત થશે. એગ્રી-ડ્રોન ભારતીય કૃષિ માટે એક ચમત્કાર સાબિત થવા જઈ રહ્યા છે.

ઉપાધ્યાયે જણાવ્યું હતું કે એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF) એ ભારત સરકાર દ્વારા લણણી પછીની ઉત્પાદન વ્યવસ્થાપન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ફાર્મ એસેટ માટે પૂરી પાડવામાં આવતી પોસ્ટ હાર્વેસ્ટ ફાઇનાન્સ સુવિધા છે. વર્ષ 2020માં શરૂ કરાયેલી AIF યોજના હેઠળ નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં એક લાખ કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવશે અને વ્યાજ સબવેન્શન અને લોન ગેરંટી સહાય 2032-33 સુધીમાં આપવાની છે. AIF હેઠળ અત્યાર સુધીમાં 15000 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

શું તમે ITR-U ફાઇલ કરવાનું ચૂકી ગયા છો ? તો તમારી પાસે છે માત્ર 2 દિવસની તક…

Padma Patel

લગ્નેત્તર સંબંધોને લઈને આલિયાએ પિતાને આપ્યો સાથ, લોકોએ લીધી આડે હાથ

Siddhi Sheth

Ram Navami/ ભગવાન રામ પાસેથી આજે પણ આ ગુણો શીખવા જેવા છે

Padma Patel
GSTV