અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રામ મંદિર માટે યોજના બનાવવામાં આવી રહી છે. વીએચપી એ રામ મંદિરમાં યોગદાન કરવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને ક્રાઉડ ફંડિગ દ્વારા મંદિરનું નિર્માણ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.

સાથે જ વીએચપીએ કારસેવાનો સંકેત આપ્યો છે. મહત્વપૂર્ણ બાબત છે કે રામમંદિરના નિર્માણ માટે યોગદાન માટે દેશભરના રામભક્તો સાથે સંપર્ક કરવામાં આવશે. આયોધ્યા આંદોલન હિંદુઓની આસ્થા અને ભાવનાઓ સાથે જોડાયેલું હતું.

રામમંદિર નિર્માણની ઓપચારિક યોજના જલ્દીથી જ સામે આવશે. વીએચપીના પદાધિકારીએ કાર સેવાનો સંકેત આપતા જણાવ્યું કે ત્રણ મહિનામાં બનનારા ટ્રસ્ટમાં ભક્તોની પ્રતીકાત્મક ભાગીદારીની સુવિધા પણ આપવી જોઈએ.

આ માટે દેશના તમામ 718 જિલ્લાઓમાંથી રામ ભક્તોને એક અઠવાડિયા માટે બોલાવવામાં આવશે અને રામમંદિરના નિર્માણ કાર્યમાં મદદ લેવાશે.
READ ALSO
- સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST
- BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત
- RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે
- ‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે મોઘું
- શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો