GSTV
Home » News » આજે મહાત્મા ગાંધીની હત્યાની સુનાવણી પણ હોત તો ચૂકાદો એવો આવ્યો હોત કે ગોડસે હત્યારા ખરા પણ દેશભક્ત હતા

આજે મહાત્મા ગાંધીની હત્યાની સુનાવણી પણ હોત તો ચૂકાદો એવો આવ્યો હોત કે ગોડસે હત્યારા ખરા પણ દેશભક્ત હતા

અયોધ્યામાં જમીનનાં માલિકી હકથી સંબંધિત કેસ પર સુપ્રિમ કોર્ટે શનિવારે આપેલાં નિર્ણય પર મહાત્મા ગાંધીનાં પ્રપૌત્ર તુષાર ગાંધીએ તેની પ્રતિક્રિયા આપતાં કહ્યુકે, જો મહાત્મા ગાંધીના મોતના મામલામાં સુપ્રિમ કોર્ટમાં આજે સુનાવણી થાય તો નિર્ણય એજ રહેશે કે નાથૂરામ ગોડસે, એક હત્યારો પણ દેશભક્ત હતા.

શું બોલ્યા ગાંધીજીનાં પ્રપૌત્ર

અયોધ્યામાં જમીનના માલિકી હકનાં કેસ પર સુપ્રિમ કોર્ટે પોતાના નિર્ણયમાં અયોધ્યામાં વિવાદિત સ્થળ પર રામ મંદિર નિર્માણને લઈને આગળનાં રસ્તા ખોલી દીધા છે. ત્યારબાદ તુષાર ગાંધીએ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટમાંથી ટ્વીટ કરી, જો ગાંધીની હત્યાના મામલે સુપ્રિમ કોર્ટ આજે ફરીથી સુનાવણી કરે તો નિર્ણય એજ રહેશે કે નાથૂરામ ગોડસે એક હત્યારા હતા,પરંતુ તે એક દેશભક્ત પણ હતા.

ગોડસે વિશે કહી આ વાત

તેમણે કહ્યુ, દરેક લોકોને ખુશ કરવા ન્યાય ન હોઈ શકે, દરેક લોકોને ખુશ કરવા એ રાજકારણ હોય છે. તુષાર ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુકે, જ્યારે અયોધ્યાનો ચુકાદો સંભળાવી દેવામાં આવ્યો છે તો શું આપણે હવે તે વાસ્તવિક મુદ્દાઓ તરફ જઈ શકીએ છીએ, જેનાંથી અમારો દેશ ત્રસ્ત છે.

READ ALSO

Related posts

સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે નિત્યાનંદ ફરતે ગાળિયો કસ્યો, વિદેશ મંત્રાલયને કરાયો રિપોર્ટ

Nilesh Jethva

અમદાવાદમાં થયેલા BRTS અકસ્માત અંગે અમિત ચાવડાએ મેયરને લીધા આડેહાથ

Nilesh Jethva

પાગલપંતી મૂવી થઈ છે રિલિઝ, જાણો ફિલ્મનાં રિવ્યું વિશે…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!