GSTV
Home » News » રામમંદિર કેસ નહીં ખૂલે ફરી, સુપ્રીમે ફગાવી દીધી તમામ પુર્નવિચાર અરજીઓ

રામમંદિર કેસ નહીં ખૂલે ફરી, સુપ્રીમે ફગાવી દીધી તમામ પુર્નવિચાર અરજીઓ

અયોધ્યા મામલામાં દાખલ પુનવિચાર અરજી પર સુનવાણી માટે સુપ્રિમ કોર્ટની સંવૈધાનિક બેન્ચનો નિર્ણય આવી ગયો છે. આ મામલામાં તમામ રિવ્યૂ અરજીને ફગાવી દીધી છે. બંધ ચેમ્બરમાં 18 રિવ્યૂ પિટીશનની અરજી પર પાંચ જજની બેંચે સુનાવણી કરી અને તમામ અરજીઓ ફગાવી દીધી છે. આ મામલે 9 અરજી પક્ષકારની તરફથી અને 9 અરજી અન્ય અરજદારો તરફથી દાખલ કરવામાં આવી હતી.

જ્યારે આ અરજીઓના મેરિટ પર પણ વિચાર કરવામાં આવ્યો હતો. આ પહેલા પણ નિર્મોહી અખાડાએ પણ રિવ્યૂ અરજી દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. નિર્મોહી અખાડાએ તેની અરજીમાં જણાવ્યું હતું કે આ નિર્ણયના એક મહિના બાદ પણ રામ મંદિર ટ્રસ્ટમાં તેમની ભૂમિકા નક્કી થઈ નથી. કોર્ટ આ મામલે સ્પષ્ટ આદેશ આપે પરતું હવે તેમની અરજી ફગાવી દેવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસમાં કરાયેલી 18 રિવ્યૂ પિટીશનની અરજી પર પાંચ જજની બેંચ દ્રારા સુનાવણી ચાલી હતી. ચીફ જસ્ટિસ એસ એ બોબડેની સાથે જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ અબ્દુલ નજીર અને સંજીવ ખન્ના સુનાવણી કરી રહ્યાં છે. આ ખંડપીઠમાં જસ્ટિસ સંજીવ ખન્ના નવો ચહેરો છે.

પ્રથમ બેન્ચની આગેવાની કરનાર તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ રિટાયર્ડ થઈ ચૂક્યા છે. સંજીવ ખન્નાએ તેમનું સ્થાન લીધુ છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ મામલામાં 9 નવેમ્બરે ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે વિવાદિત જમીન રામલલાને એટલે કે રામ મંદિર બનાવવા આપવા માટેનો નિર્ણય કર્યો હતો.

READ ALSO

Related posts

દિલ્હીમાં પ્રચંડ જીત બાદ AAPનું આ છે લક્ષ્ય, ‘મિશન ઈન્ડિયા’

Nilesh Jethva

આ દેશની એક પ્રાન્તની તમામ સરકારી ઓફિસમાં વોટ્સએપ પર લગાવ્યો પ્રતિબંધ, સરકારને સૂચનાં લીક હોવાનો ભય

pratik shah

ફેરા નહીં, મંગળસૂત્ર નહી, સિંદૂર પણ નહીં…દંપતિએ સંવિધાનની શપથ લઈ લગ્ન કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!