અયોધ્યા મામલા પર સુપ્રિમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં લઈને બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વિશ્વ હિંદુ પરિષદનાં પૂર્વ આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ અશોક સિંઘલને મરણોપરાંત “ભારત રત્ન” આપવાની માંગ કરી છે. બીજેપી સાંસદે કહ્યુ છેકે, મોદી સરકાર જલ્દીથી સિંઘલને દેશનાં સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવા જોઈએ.

તેમણે ટ્વીટ કરી છે, જીતની આ ઘડીમાં શ્રી અશોક સિંઘલને યાદ કરવા જોઈએ, નમો સરકારે તેમના માટે તરત જ ભારત રત્નની જાહેરાત કરવી જોઈએ,જ્યારે ભગવાન રામ ઈચ્છતા હતા, ત્યારે જ મંદિરનાં પુનનિર્માણ માટે લીલી ઝંડો આપવામાં આવ્યો છે. જય શ્રી રામ.

ઉલ્લેખનીય છેકે, અશોક સિંઘલને રામ મંદિર આંદોલનનાં ચીફ આર્કિટેક કહેવામાં આવે છે. તેમણે આ આંદોલનમાં આગળ પડતો ભાગ લીધો હતો. અને તેની દશા અને દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ આ આંદોલનમાં સામેલ મોટા ચહેરાઓમાંથી એક માનવામાં આવે છે. જ્યારે વીએચપીનાં પૂર્વ અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ શનિવારે આવેલાં નિર્ણયનું સ્વાગત કરતા કહ્યુકે, રામ મંદિર માટે રામ લાલાનું જન્મ સ્થળ આપતા લાખો કાર્યકર્તાઓનાં બલિદાનને સલામ છે.
READ ALSO
- સેક્સ સંબંધો માણવા 15 વર્ષના છોકરાને લીધો દત્તક પણ શિક્ષિકા સાથે એવું થયું કે…
- દેશના TOP 10 પોલીસ સ્ટેશનોની યાદી થઈ જાહેર, ગુજરાત પોલીસ લઈ શકે છે આ ગૌરવ
- પીએમ મોદી આ સ્માર્ટફોનનો કરે છે ઉપયોગ, અમિત શાહની પણ આ છે પસંદ
- મહિલા જજ ચેમ્બરમાં વકીલો સાથે કરતી હતી સેક્સ, ફેમિલી કોર્ટને ફનહાઉસ બનાવી રાખી હતી
- ડ્રાઈવિંગના નિયમોમાં મોદી સરકાર કરી રહી છે મોટો ફેરફાર : નોટિફિકેશન બહાર પાડ્યું, નવા વર્ષે થશે અમલ