GSTV

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મામલે આ અંતિમ નિર્ણય નહીં હોય, આ પણ થઈ શકે છે

Last Updated on November 9, 2019 by Mayur

અયોધ્યામાં વિવાદિત ભૂમિ પર રામ મંદિર બનશે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસ મામલે સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મામલે આ અંતિમ નિર્ણય નહીં હોય. રિવ્યુ પિટીશન દાખલ થઈ શકે છે. રિવ્યુ પિટિશન એટલે કે પુનર્વિચાર અરજી તે બેંચ પાસે આવે છે જે બેંચ ચુકાદો સંભળાવે છે. આ ચુકાદો સંભળાવનાર ચીફ જસ્ટીસ રંજન સહિતના પાંચ જસ્ટીસ સમક્ષ પુનર્વિચાર અરજી આવે છે. જોકે, મુસ્લિમ પક્ષના વકીલે સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કર્યું છે. જેઓએ જણાવ્યું છે કે શ્રીરામ ઇમામે હિંદ હોવાનું અમે પહેલાં જ સ્વીકારી લીધું છે.

ક ટ્રસ્ટ બનાવી મંદિર નિર્માણ માટે આદેશ આપ્યો

આજે સુપ્રીમ કોર્ટે રામલલ્લાનો દાવો યથાવત રાખ્યો છે. વિવાદિત જમીન રામલલ્લાને અપાશે. રામ મંદિર નિર્માણ માટે સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો. સાથે એક ટ્રસ્ટ બનાવી મંદિર નિર્માણ માટે આદેશ આપ્યો. ચીફ જસ્ટીસે કહ્યું કે કેન્દ્ર સરકાર ત્રણ મહિનામાં યોજના બનાવે. મંદિર બનાવવાના નિયમો બનાવવા આદેશ કર્યો. હિંદુઓને શરત આધિન જગ્યા મળશે. મુસ્લિમોને વૈકલ્પિક પાંચ એકર જમીન અન્ય સ્થળે આપવામાં આવે. મુસ્લિમોને મસ્જિદ માટે બીજે જગ્યા મળશે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે સુન્ની વક્ફ બોર્ડને પણ વૈકલ્પિક જગ્યા આપવી જરૂરી છે. નમાજ પઢવાની જગ્યા મસ્જિદ હોય છે.  વિવાદિત જમીનનો હિસ્સો કેન્દ્ર સરકારના રિસિવર પાસે રહેશે. ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પણ સ્થાન મળશે. મુસ્લિમ પક્ષ માલિકી હક સાબિત ન કરી શક્યો…

ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ 17 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. તો જો 17 નવેમ્બર પહેલા પુનર્વિચાર અરજી આવે છે તો તેને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની બેંચ સાંભળશે. અને જો 17 નવેમ્બર બાદ અરજી વશે તો નવા ચીફ જસ્ટીસ નક્કી કરશે કે રિવ્યુ પિટિશન પર સુનાવણી માટે જસ્ટીસ ગોગોઈની જગ્યાએ પાંચમાં જજ કોણ હશે.

સુપ્રીમ કોર્ટ એ પણ નક્કી કરશે કે પુનર્વિચાર અરજી પર સુનાવણી કરવી કે ન કરવી. પુનર્વિચાર અરજી પર ઓપન કોર્ટમાં સુનાવણી નથી થતી. પરંતુ ચેમ્બરમાં થાય છે. જો અરજદાર ઓપન કોર્ટમાં સુનાવણી માટે અનુરોધ કરે અને કોર્ટ તે માટે તૈયાર હોય તો ઓપન કોર્ટમાં સુનાવણી થઈ શકે છે. આ સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ ઓપન કોર્ટમાં સુનવણી માટે તારીખ આપશે.

અયોધ્યામાં બે કિલોમીટર સુધીનો વિસ્તાર સીલ

સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે અયોધ્યામાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ. અયોધ્યાના એન્ટ્રી ગેટ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ. અયોધ્યા શહેરમાં અંદર જવાના તમામ રસ્તા બંધ કરી દેવાય. વિવાદિત સ્થળની ચારેય તરફ બે કિલોમિટરના ક્ષેત્રફને સમગ્ર રીતે સિલ કરી દેવું છે. જેને રામકોટ મોહલ્લો કહેવાય છે. આ મહોલ્લામાં સુરક્ષા દળની સંખ્યા વધારી દેવાઈ છે. અયોધ્યામાં ફોર વ્હીલર પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. માત્ર ટુ-વ્હીલર ચલાવવાની જ પરવાની છે. જોકે કેટલીક જગ્યાએ ટુ-વ્હીલરને પણ પરવાનગી નથી. તો હનુમાનગઢીમાં પણ પોલીસને તૈનાત કરવામાં આવી છે. જ્યારે ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી છે.

અયોધ્યામાં વિવાદિત ભૂમિ પર રામ મંદિર બનશે

અયોધ્યામાં વિવાદિત ભૂમિ પર રામ મંદિર બનશે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસ મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે રામલલ્લાનો દાવો યથાવત રાખ્યો છે. વિવાદિત જમીન રામલલ્લાને અપાશે. રામ મંદિર નિર્માણ માટે સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો. સાથે એક ટ્રસ્ટ બનાવી મંદિર નિર્માણ માટે આદેશ આપ્યો. ચીફ જસ્ટીસે કહ્યું કે કેન્દ્ર સરકાર ત્રણ મહિનામાં યોજના બનાવે. મંદિર બનાવવાના નિયમો બનાવવા આદેશ કર્યો.

હિંદુઓને શરત આધિન જગ્યા મળશે. મુસ્લિમોને વૈકલ્પિક પાંચ એકર જમીન અન્ય સ્થળે આપવામાં આવે. મુસ્લિમોને મસ્જિદ માટે બીજે જગ્યા મળશે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે સુન્ની વક્ફ બોર્ડને પણ વૈકલ્પિક જગ્યા આપવી જરૂરી છે. નમાજ પઢવાની જગ્યા મસ્જિદ હોય છે. વિવાદિત જમીનનો હિસ્સો કેન્દ્ર સરકારના રિસિવલરક પાસે રહેશે. ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પણ સ્થાન મળશે. મુસ્લિમ પક્ષ માલિકી હક સાબિત ન કરી શક્યો.

સુપ્રીમ કોર્ટનો ચૂકાદો

રામલલ્લા

શું માગ્યું?શું મળ્યું?
જમીનનો હકકોર્ટે જમીનો હક આપ્યો

નિર્મોહી અખાડો

શું માગ્યું?શું મળ્યું?
મંદિર પર અમારૂ નિયંત્રણ હોયદાવો ફગાવ્યો

સુન્ની વક્ફ બોર્ડ

શું માગ્યુ ?શું મળ્યુ?
જમીનમાંથી બહાર ન કરવામાં આવેપાંચ એકર વૈકલ્પિક જમીન

સુપ્રીમ કોર્ટે કરેલા આદેશ

  • ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પણ મળશે સ્થાન
  • 3 મહિનામાં કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવે
  • અયોધ્યાની જમીન રામલલ્લાને
  • રામજન્મભૂમિ ન્યાસને વિવાદીત જમીન આપવામાં આવે
  • મુસ્લિમ પક્ષને અન્ય જગ્યાએ 5 એકર જમીન આપવામાં આવે
  • સરકાર ટ્રસ્ટ બનાવીને રામ મંદિર બનાવે

READ ALSO

Related posts

ખુશખબર: PNB બેંક ગ્રાહકોને આપી રહી છે 1 લાખથી 25 લાખ રૂપિયા, આપ પણ આવી રીતે ઉઠાવી શકશો આ સ્કીમનો લાભ

Pravin Makwana

મોટા સમાચાર: એક જ વ્યક્તિ બે અલગ અલગ વેક્સિનના ડોઝ લઈ શકશે, સરકારે આપી દીધી મંજૂરી

Pravin Makwana

મોદી સરકારની મોટી તૈયારી: પ્રાઈવેટ જોબ હોય કે સરકારી, દરેક કર્મચારીઓને મળવાની છે મોટી ગિફ્ટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!