GSTV
Home » News » 1 લાખથી વધુ ભીડ ઉમટવાના VHPના દાવા સામે અયોધ્યામાં 144ની કલમ લાગુ

1 લાખથી વધુ ભીડ ઉમટવાના VHPના દાવા સામે અયોધ્યામાં 144ની કલમ લાગુ

અયોધ્યામાં વિશ્વ હિંદુ પરિષદની 25 નવેમ્બરે પ્રસ્તાવિત ધર્મસભા અને શિવસેનાના પ્રમુખ ઉદ્દવ ઠાકરેના આશીર્વાદ ઉત્સવને લઈને હલચલ તેજ થઈ ગઈ છે. વીએચપી તરફથી દાવો કરાયો છે છે કે એક લાખથી વધુ ભીડ ઉમટી પડશે. ત્યારે કાયદો અને વ્યવસ્થાને જોતાં અયોધ્યામાં મોટી સંખ્યા બ્લેક કમાન્ડો, પોલીસ જવાનો સહિતના સુરક્ષા જવાનોનો કાફલો તૈનાત કરી દેવાયો છે.

ફૈઝાબાદ નજીકના જિલ્લાઓની પોલીસ ઉપરાંત 48 કંપની પીએસસી તૈનાત કરાતા અયોધ્યા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. તો ડ્રોન કેમેરા દ્વારા પણ શહેર પર નજર રાખવામાં આવી રહી છે. ડીજીપીએ જણાવ્યું કે સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટિએ અયોધ્યાને આઠ ઝોન અને 16 સેક્ટરમાં ફાળવી દેવાયું છે. દરેક ઝોન અને સેક્ટરમાં પોલીસ અને સ્થાનિક અધિકારીઓને તૈનાત કરાયા છે. શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે અયોધ્યામાં 17 જાન્યુઆરી 2019 સુધી કલમ 144 લાગુ કરી દેવાઈ છે.

Read Also 

Related posts

ભણતરનાં ભારથી પરેશાન આ નાનકડી બાળકીએ કહ્યુ, “PM મોદીને એક વાર તો હરાવવા જ પડશે” જુઓ VIDEO

Kaushik Bavishi

વાંદરાના હાથમાં લાગ્યો માલિકનો ફોન તો ધડાધડ કરી નાખી ઓનલાઈન શોપિંગ, પછી થયુ એવુ કે…

Kaushik Bavishi

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!