GSTV
Home » News » સુન્ની વક્ફ બોર્ડે સુપ્રીમના નિર્ણયનું કર્યું સ્વાગત, પાંચ એકર જમીનમાં કરશે ભવ્ય મસ્જિદનું નિર્માણ

સુન્ની વક્ફ બોર્ડે સુપ્રીમના નિર્ણયનું કર્યું સ્વાગત, પાંચ એકર જમીનમાં કરશે ભવ્ય મસ્જિદનું નિર્માણ

અયોધ્યા વિવાદ પર દેશની સૌથી મોટી અદાલત સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે. સુપ્રીમે ચુકાદો આપતા કહ્યું કે વિવાદિત જમીન રામલલ્લાની છે. કોર્ટે આ મામલામાં નિર્મોહી અખાડાનો દાવો ફગાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે ત્રણ પક્ષમાં જમીન વહેચવાનો હોઈ કોર્ટનો નિર્ણય તાર્કિક ન હતો. કોર્ટે કહ્યું કે સુન્ની વક્ફ બોર્ડને પાંચ એકડની વૈકલ્પિક જમીન આપવામાં આવે. સરકાર 3 મહિનામાં મંદિર નિર્માણ અને પ્રબંધન માટે ટ્રસ્ટ બનાવશે. હવે સુન્ની વક્ફ બોર્ડને સર્વોચ્ચ અદાલતના નિર્ણયનું સ્વાગત કર્યું છે.

સુન્ની વક્ફ બોર્ડે કહ્યું છે કે, ‘અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. કોર્ટે અમને પાંચ એકડ જમીન આપવાનો નિર્ણય કર્યો છે જેમાં ભવ્ય મસ્ઝિદનું નિર્માણ કરી શકાય છે. આટલા મોટા ક્ષેત્રમાં મસ્ઝિદ દેશમાં ક્યાંય નથી માટે તે ખુશીની વાત છે.’

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કેન્દ્ર સરકાર ટ્રસ્ટના મેનેજમેન્ટના નિયમો બનાવો. મન્દિર નિર્માણના નિયમ બનાવો. અંદર અને બહારનો ભાગ ટ્રસ્ટને આપવામાં આવે. મુસ્લિમ પક્ષને 5 એકડની વૈકલ્પિક જમીન મળે. અથવાતો કેન્દ્ર 1993માં અધિગૃહિત જમીનથી આપે અથવા રાજ્ય સરકાર અયોધ્યામાં જ ક્યાંક આવી. અમે આર્ટિકલ 142ની હેઠળ મળેલી વિશેષ શક્તિઓનો ઉપયોગ ન કરતા મુસ્લિમ પક્ષને જમીન આપી રહ્યા છે. સરકાર ટ્રસ્ટમાં નિર્મોહીને પણ ઉપયુક્ત પ્રતિનિધિત્વ આપવા પર વિચાક કરો.

Read Also

Related posts

જુઓ આ વીડિયો, મોદીએ જ ભાજપના અમિત શાહની ખોલી દીધી પોલ, 25 વર્ષ પહેલાં….

Karan

જાણો એ 4 સૈનિકોનાં વિશે જેમના નામ પર ઈડન ગાર્ડન્સનાં સ્ટેન્ડનું નામ પડ્યું

pratik shah

…એનાથી સારું તો તે થશે કે તેમના રાજ્યને ટ્રાન્સઝેન્ડર જાહેર કરી દેવાય, આ મુખ્યમંત્રી બગડ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!