GSTV

અયોધ્યા : ભગવાન રામની મુર્તિ માટે શિયા બોર્ડ તરફથી 10 ચાંદીના તીર ભેટ કરવાનો પ્રસ્તાવ

અયોધ્યામાં પ્રસ્તાવિત ભગવાન રામની 100 મીટર ઉંચી મૂર્તિ બનાવવાને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો તો બીજી તરફ યુપીના શિયા વક્ફ બોર્ડે ભગવાનની મૂર્તિ માટે 10 ચાંદીના તીર ભેટ કરવાની વાત કહી છે.

બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ ક્હયુ છે કે, કેટલાક શિયા મુસલમાનોએ વક્ફ બોર્ડ દ્વારા ચાંદીના તીર ભેટ આપવાનો પ્રસ્તાવ મુક્યો છે અને તે માટે સીએમને પત્ર પણ લખ્યો છે. ચાંદીના આ તીર ભારતની આતંકવાદ સામે લડવાની પ્રતિક સમાન હશે.

તેમણે કહ્યુ કે જે રીતે મર્યાદા પુરુષોત્તમ રામે તીરોથી રાક્ષકોનો વધ કર્યો હતો. તે રીતે અમે ઈચ્છીએ છીએ કે ચાંદીના તીર આતંકવાદ સામેની લડાઈનું પ્રતિક બને.

જેથી તમામ ધર્મોમાં માનનારા લોકો ભારતમાં શાંતિથી રહી શકે ઉલ્લેખનિય છે કે નયા અયોધ્યા પ્લાન અંતર્ગત યોગી સરકાર અયોધ્યામાં ધાર્મિક પર્યટન વધારવા સરયૂ નદીની પાસે ભગવાન રામની એક વિશાળ મૂર્તિ બનાવવાની તૈયારી કરી રહી છે.

Related posts

બરોડા ક્રિકેટ એસોસિએશનની 83મી એજીએમમાં લેવાયા આ મહત્વપૂર્ણ નિર્ણય

Nilesh Jethva

સફાઈ/ ખોટી રીતે બ્રશ કરવાથી જલ્દી પડી જશે આપના દાંત, જાણો યોગ્ય રીત

Pravin Makwana

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ બાદ આ શહેરમાં રાત્રીના 10 વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો લેવાય શકે છે નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!