GSTV

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈ નવનિર્વાચિત ‘રામ મંદિર તીર્થ ક્ષેત્ર’ ટ્રસ્ટની આજે બુધવારના રોજ દિલ્હીમાં મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં મહંત નૃત્યગોપાલ દાસને ટ્રસ્ટના અધ્યક્ષ અને ચંપત રાયને મહાસચિવ બનાવ્યા છે. નૃપેન્દ્ર મિશ્રાને ભવન નિર્માણ સમિતિના ચેરમેન બનાવ્યા છે. આજે મળેલી ટ્રસ્ટની બેઠકમાં 9 પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા છે.

ગોવિંદ ગિરીને કોષાધ્યક્ષ બનાવ્યા

પરાસરણની આગેવાનીમાં મળેલી આ બેઠક બાદ ચંપતરાયે જણાવ્યું હતું કે, ગોપાલ દાસ અધ્યક્ષ અને ચંપત રાય મહસચિવ તરીકે પસંદગી પામ્યા છે. જ્યારે ગોવિંદ ગિરીને કોષાધ્યક્ષ બનાવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રામ મંદિર નિર્માણ માટે સમિતિની રચના કરવામાં આવશે, જે આગળ કામ ચલાવશે. આપને જણાવી દઈએ કે, આ જાણકારી આપતા ચંપત રાય ભાવૂક થઈ જતાં આગળની વાત ગોવિંદ દેવ ગિરી સ્વામીએ જણાવી હતી. ગોવિંદ ગિરીને ટ્ર્સ્ટના કોષાધ્યક્ષ બનાવ્યા છે. આ બેઠકમાં ટ્રસ્ટ સાથે જોડાયેલા 14 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

READ ALSO

Related posts

કોરોનાને હરાવી ઘરે પરત ફરેલી અમદાવાદની યુવતીનું સોસાયટીના રહીશોએ થાળી વગાડી કર્યું સ્વાગત

Nilesh Jethva

હરભજનસિંહનું Corona વાયરસને કારણે થઈ ગયું મોત, પંજાબમાં મોતનો આંક 2એ પહોંચ્યો

Bansari

BOBએ વ્યાજદરોમાં કર્યો મોટો ઘટાડો, હોમ-ઓટો લોન થશે સસ્તી

Karan
Do NOT follow this link or you will be banned from the site!