GSTV

આનંદો : અયોધ્યામાં બિરાજમાન રામ લલ્લાને ધરાવનાર થાળ આજીવન સૌરાષ્ટ્રના આ મંદિર તરફથી ધરવામાં આવશે

અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરમાં રામ લલ્લાને જે થાળ ધરવામાં આવશે તે આજીવન વીરપુર જલારામ મંદિર તરફથી આપવામાં આવશે તેમ જલારામ બાપાના પરિવારોએ જણાવ્યુ છે. અયોધ્યામાં રામલલ્લાને વીરપુર તરફથી આજીવન થાળની જાણ વીરપુરમાં થતાં ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ગામલોકો અને વેપારીઓ દ્વારા ઢોલ નગારા વગાડી, ફટાકડા ફોડી એકબીજાના મોં મીઠા કરાવી ઉજવણી કરી હતી.

1991માં ઈંટ અમારા ગામની અયોધ્યા ધામમાં સુત્ર ગામે ગામ પ્રચલિત થયુ હતુ અને હવે મંદિર નિર્માણનું કામ શરૂ થયુ છે. ત્યારે મંદિરમાં રામલલ્લાને બે ટાઈમ જે થાળ ધરાવવામાં આવશે તે વિરપુરના જલારામ બાપાના સ્થાનકથી ધરાવાશે તેમ મંદિરના બાપાના પરિવારજન ભરતભાઈ ચાંદરાણીએ કહ્યુ હતુ.

Related posts

BB 14: સોનાલી ફોગાટે આપી ધમકી, ભડક્યો સલમાન, કહ્યું ‘કયાં કર લેગી આપ?’

Mansi Patel

મોદી સરકારે PMKVY નું ત્રીજુ ફેઝ કર્યુ લોન્ચ, 8 લાખ યુવાનોને મળશે ટ્રેનિંગ, અહીંયા જાણો રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રોસેસ

Ankita Trada

દિલ્હી RML હોસ્પિટલના રેસિડન્ટ ડૉક્ટર્સે કર્યો કોવૈક્સિન લગાવવાનો ઈન્કાર, કરી કોવિશીલ્ડ વેક્સિનની માંગ

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!