GSTV

અયોધ્યામાં ઇતિહાસ રચાયો: મોદી બોલ્યા, “રામ મંદિર અમારી સંસ્કૃતિનો આધુનિક પ્રતીક બનશે”

પીએમ મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યા બાદ લોકોને સંબોધન કર્યું. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે મારુ સૌભાગ્ય છે કે મને ટ્રસ્ટ દ્વારા આ ઐતિહાસિક ક્ષણ માટે આમંત્રણ આપ્યું. મારુ અહીં આવવું સ્વાભાવિક હતું. આજે ઇતિહાસ રચાયો છે.

પીએમ મોદીએ કહ્યું કે આજે સમગ્ર ભારત રામમય થઇ ગયો છે. દરેક મન દીપમય થઇ ગયો છે, પીએમ મોદીએ કહ્યું કે રામ કાજ કીન્હે બિનુ મોહી કહા વિશ્રામ… સાડીઓની રાહ પૂર્ણ થઇ રહી છે. વર્ષો સુધી રામલલ્લા ટેન્ટમાં રહ્યા. પરંતુ, હવે ભવ્ય મંદિર બનશે.

પીએમ મોદીએ કહ્યું કે ગુલામીના કાલખંડમાં આઝાદી માટે આંદોલન ચલાવવામાં આવ્યું. 15 ઓગસ્ટના દિવસ તે આંદોલનનો અને તેમાં શહીદોની ભાવનાનો પ્રતીક છે, બસ એ જ રીતે રામ મંદિર મારે અનેક અનેક સદીઓ સુધી પેઢીઓએ પ્રયાસો કર્યા અને આજનો દિવસ તેના જ તપ-સંકલ્પનું પ્રતીક છે. રામ મંદિરના આંદોલનમાં અર્પણ-તર્પણ-સંઘર્ષ-સંકલ્પ હતો.

પીએમ મોદીએ કહ્યું કે રામ આપણા સૌની અંદર છે. પ્રભુ શ્રીરામની શક્તિ જુઓ, ઇમારતો નષ્ટ થઇ ગઈ અને શું શું ન થયું. અસ્તિત્વનું હનન કરવાના અનેક પ્રયાસો થયા પરંતુ રામ આજે પણ આપણા સૂના મનમાં વસેલા છે. હનુમાનજીના આશીર્વાદથી રામ મંદિર નિર્માણનું કામ શરૂ થયું છે, આ મંદિર આધુનિક ભારતનું પ્રતીક બનશે. આ મંદિર આપણી રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક બનશે. કરોડો લોકોની સામુહિક સંકલ્પ શક્તિનો પણ પ્રતીક બનશે.

પીએમ મોદીએ કહ્યું કે આવનાર પેઢીઓને આ મંદિર સંકલ્પની પ્રેરણા આપતું રહેશે. સમગ્ર દુનિયામાંથી લોકો અહીં આવશે, અહીંના લોકો માટે અવસરનું નિર્માણ થશે.

આજનો દિવસ કરોડો રામભક્તો માટે સંકલ્પની સત્યતાનું પ્રમાણ છે. આ દિવસ સત્ય-અહિંસા-આસ્થા અને બલિદાનને ન્યાયપ્રિય ભારતની અનુપમ ભેટ છે.  કોરોના વાયરસને કારણે સર્જાયેલી પરિસ્થિતિઓને કારણે ભૂમિપૂજનનો કાર્યક્રમ અનેક મર્યાદાઓની સાથે થઇ રહ્યો છે. આ મર્યાદાઓનો અનુભવ આપણે ત્યારે પણ કર્યો હતો જયારે સર્વોચ્ચ અદાલતે પોતાનો ફેંસલો સંભળાવ્યો હતો અને દરેકની ભાવનાઓનું ધ્યાન રાખીને વર્તન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે આ મંદિરની સાથે ઇતિહાસનું પુનરાવર્તન થઇ રહ્યું છે. જે રીતે, એક ખિસકોલીથી લઈને વાનર, કેવટ થી લઈને વનવાસી બંધુઓને રામની સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું હતું.

આજે દેશવાસીઓનાં સહયોગથી રામમંદિરના નિર્માણનું કાર્ય શરૂ થયું છે, જે રીતે પથ્થર પર શ્રી રામ લખીને રામસેતુ બન્યો હતો એ જ રીતે ઘરે ઘરેથી આવેલા પથ્થરો શ્રદ્ધાનો સ્ત્રોત બની ગઈ. આ અપૂર્વ છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતની આ શક્તિ સમગ્ર વિશ્વ માટે અધ્યયનનો વિષય છે.

પીએમ મોદીએ કહ્યું કે કણ કણમાં રામ છે. ભારતના દર્શન-આસ્થા-આદર્શ-દિવ્યતામાં રામ છે, તુલસીના રામ સગુણ રામ છે. નાનક-તુલસીના રામ નિગુણ રામ છે. ભગવાન બુદ્ધ-જૈન ધર્મ પણ રામ સાથે જોડાયેલા છે. તામિલમાં કમ્ભ રામાયણ છે. તેલુગુ, કન્નડ, કાશ્મીર સહીત દરેક જગ્યાએ રામને સમજવા અલગ અલગ રૂપ છે. પીએમ મોદીએ કહ્યું કે રામ હર જગ્યાએ છે. રામ સૌમાં છે. વિશ્વની સૌથી વધુ મુસ્લિમ વસ્તી ઇન્ડોનેશિયામાં છે ત્યાં પણ રામાયણના પાઠ થાય છે. પીએમ મોદીએ જણાવ્યું કે કંબોડીયા, શ્રીલંકા, ચીન, ઈરાન, નેપાળ સહીત દુનિયાના ઘણા દેશોમાં રામનું નામ લેવામાં આવે છે.

પીએમ મોદીએ કહ્યું કે અયોધ્યામાં બની રહેલા રામ મંદિર ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવશે. અનંતકાળ સુધી માનવતાને પ્રેરણા આપતું રહેશે. વધુમાં તેમણે, સૌના રામ, સૌમાં રામ, જય સિયા રામનો મંત્ર પણ આપ્યો. દેશમાં જ્યાં પણ પ્રભુ રામના પગલાં પડ્યા છે ત્યાં રામ સર્કિટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર પૃથ્વી પર શ્રીરામ જેવા એકપણ શાસક નથી થયા. કોઈ પણ દુઃખી ન થાય, કોઈ પણ ગરીબ ન હોય. નર નારી સમાનરૂપે સુખી હોય. પીએમ મોદીએ કહ્યું કે શ્રીરામનો આદેશ છે કે બાળકો, વડીલો અને ડોક્ટરોની રક્ષા કરવી જોઈએ. જે આપણને કોરોના પણ શીખવાડી ગયું. સાથે જ આપણી માતૃભૂમિ સ્વર્ગથી પણ સુંધર હોય છે. આપનો દેશ જેટલો શક્તિશાળી થશે તેટલી જ શાંતિ પણ જળવાઈ રહેશે. રામની આ જ નીતિ અને રીત સદીયોથી ભારતનું માર્ગદર્શન કરતી આવી છે. મહાત્મા ગાંધીએ રામરાજ્યનું સ્વપ્ન જોયું હતું. રામ સમય સ્થાન અને પરિસ્થિતિઓના હિસાબે બોલે અને વિચારે છે. રામ પરિવર્તન આધુનિકતાના પક્ષઘર છે.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે અંદરોઅંદર પ્રેમ અને બંધુત્વના સંદેશથી રામ મંદિરની શિલાઓને જોડવાની છે. જયારે જયારે રામનું નામ લીધું છે વિકાસ થયો છે. જયારે પણ આપણે ભટક્યા છીએ વિનાશ થયો છે. તમામની ભાવનાનોનું ધ્યાન રાખવાનું છે. સૌના સાથ અને વિશ્વાસથી જ સૌનો વિકાસ કરવાનો છે. કોરોનાને કારણે જે પરિસ્થિતિઓ ઉભી થઇ છે તે સમયે રામ દ્વારા દર્શાવવામાં આવેલ મર્યાદાનો રસ્તો જરૂરી છે.

MUST READ:

Related posts

રાજ્યસભામાં તોડફોડ વચ્ચે ખેડૂત બિલો પાસ, કોરોનાના કેર વચ્ચે સાંસદ સમરાંગણમાં ફેરવાઈ

pratik shah

રાજ્યસભામાં નિયમો તૂટશે તો કાલે પણ માઈક તોડીશ : સાંસદની ચીમકી

Bansari

ભાજપ અને કોંગ્રેસના આ ધારાસભ્યોને વિધાનસભામાં નહીં મળે પ્રવેશ, કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટીવ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!