GSTV

70 વર્ષના ઈતિહાસમાં આટલા વડાપ્રધાન અયોધ્યા તો ગયા પણ નથી કરી શક્યાં રામ લલ્લાના દર્શન, જાણો કોણ છે તે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજન કર્યાં બાદ મંદિરની આધારશિલા રાખી હતી. 70 વર્ષના ઈતિહાસમાં નરેન્દ્ર મોદી દેશના પહેલા પીએમ છે કે જેણે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યાં. આ પહેલા પ્રધાનમંત્રી અયોધ્યા તો જતા હતા પરંતુ તે તમામે આ રામજન્મભૂમિથી દુર રહેતા હતાં. તેનું એક કારણ એ પણ છે કે, તે સમયે આખો કેસ અદાલતમાં ચાલતો હતો. ત્યારે આવો જાણીએ આવા પ્રધાનમંત્રી વિશે.

ઈન્દિરા ગાંધી

દેશની આઝાદી બાદ પહેલી વખત પ્રધાનમંત્રી બનવા ઉપર ઈંદિરા ગાંધઈએ 1966માં અયોધ્યાનો પ્રવાસ કર્યો હતો. અયોધ્યામાં નવા ઘાટ ઉપર બનેલા સરયુ પુલનું લોકાર્પણ કરીને તે અયોધ્યા પહોંચ્યાં હતાં. આ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ તે ફરી ગઈ હતી. તે બાદ બીજા વખત 1979માં ઈંદિરા ગાંધીએ અયોધ્યાનો પ્રવાસ કર્યો હતો. પરંતુ ત્યારે તે હનુમાનગઢી જઈને બજરંગબલીના દર્શન અને પૂજા અર્ચના કરી હતી.

આ બાદ ત્રીજી વખત ઈંદિરા ગાંધી 1975માં અયોધ્યામાં આચાર્ય નરેંદ્રદેવ કૃષિ અને પ્રૌદ્યોગિકી વિશ્વવિદ્યાલયનું શિલાન્યાસ કરવા માટે ગયા હતા. ત્યારે વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં ભાગ લઈને તે પરત દિલ્હી આવી ગયાં હતા. આ ત્રણેય પ્રવાસમાં ઈંદિરા ગાંધી રામલલ્લાની જન્મભૂમિથી દુરી બનાવી રાખી હતી.

રાજીવ ગાંધી

રાજીવ ગાંધી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે બે વખત અને પૂર્વ પ્રધાનમંત્રીના રૂપમાં એક વખત અયોધ્યાનો પ્રવાસ કર્યો હતો. રાજીવ ગાંધીના પ્રધાનમંત્રીના સમયગાળામાં 1986માં બાબરી મસ્જિદનું તાળું તુટ્યું અને 1989માં રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.1984માં રાજીવ ગાંધીએ અયોધ્યામાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. તે બાદ 1989માં લોકસભાની ચૂંટણીમાં રાજીવ ગાંધીએ અયોધ્યાથી પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી.

માનવામાં આવી રહ્યું છેકે, આ ચૂંટણી પ્રચાર શરૂ કરવી અને રામરાજ્યની જાહેરાત પાછળ રાજીવ ગાંધીની મંશા રાજનીતિક લાભ લેવાની હતી. તે બાદ વિપક્ષમાં રહેતા રાજીવ ગાંધીએ 1990માં સુદ્વાવના યાત્રા દરમયાન અયોધ્યા આવ્યાં હતાં. પરંતુ રામલલ્લાના દર્શન, પૂજા કરી ન હતી. જો કે, વર્ષ 2016માં રાહુલ ગાંધી અને 2019માં પ્રિયંકા વાડ્રાએ અહીંયા આવીને હનુમાનગઢી જઈને બજરંગબલીના દર્શન કરીને પૂજા કરી હતી.

અટલ બિહારી વાજપેઈ

અટલ બિહારી વાજપેઈએ પણ જીવતા રામલલ્લા અને બજરંગબલીના દર્શન પુજન અયોધ્યામાં નથી કરી શક્યાં, વર્ષ 2003માં મંદિર આંદોલનના પ્રમુખ ચહેરા રહેલા રામચંદ્રદાલ પરમહંસના નિધન પર તે અયોધ્યા આવ્યાં હતાં. સરયુના કિનારે તેણે પરમહંસને શ્રદ્ધાંજલી દેતા કહ્યું હતું કે, રામમંદિરનું સ્વપ્ન અવશ્ય પુર્ણ થશે.

2003માં તે અયોધ્યાથી ગોરખપુર અને પૂર્વાંચલને જોડવા માટે સરયુ ઉપર બનેલા રેલવે પુલ અને રેલ લાઈનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર હતા. સરયુ ઉપર બીજા પુલ અને સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનાથી અયોધ્યાને જોડવાનું કામ પણ અટલ બિહારી વાજપેઈએ કર્યું હતું. 2004માં તેણે ફૈઝાબાદ હવાઈ મથક ઉપર પ્રધાનમંત્રી બન્યા પહેલા એક ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. આ પ્રવાસ દરમયાન પણ અટલ બિહારી વાજપેઈએ રામજન્મભૂમિ સ્થળથી દુરી બનાવી રાખી હતી.

Related posts

દિલ્હી સરકારનો મહત્વનો નિર્ણય: કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને રાખી આપ્યો આદેશ, આ તારીખ સુધી બંધ રહેશે શાળાઓ

Pravin Makwana

આ પોઝિશન્સમાં રતિક્રીડાનું સુખ માણ્યા બાદ બીજા દિવસે થાય છે તેની આવી અસર

Arohi

શાળાઓની ફી મુદ્દે હાઈકોર્ટના હુકમ બાદ શાળા સંચાલક મંડળે કહ્યું, અમને ન્યાયાલય પાસે અનેક આશાઓ હતી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!