GSTV
Gujarat Government Advertisement

રામલલ્લાની જમીન સામે પિટીશન થશે તો 5 એકર પણ નહીં મળવા દઈએ

Last Updated on November 20, 2019 by Karan

સુપ્રીમ કોર્ટે રામલલ્લા વિરાજમાનને રામ મંદિર માટેની જમીન સોંપવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યા બાદ હવે હિન્દુ પક્ષના વકીલોની ટીમ રામલલા વિરાજમાનને સુપ્રીમ કોર્ટ ચુકાદાની કોપી સોંપશે.

વરિષ્ઠ વકીલ કેશવ પરાસરનના નેતૃત્વમાં 20 વકીલોની ટીમ 23 નવેમ્બરે અયોધ્યા જશે. હિન્દુ પક્ષના પ્રવક્તા વિષ્ણુશંકર જૈને જણાવ્યું કે અયોધ્યામાં રામલલ્લાની પૂજા બાદ તેમને સુપ્રીમ કોર્ટના ચુકાદાની નકલ સોંપવામાં આવશે.

વિષ્ણુશંકરે મુસ્લિમ પક્ષ દ્વારા રિવ્યૂ પિટીશન કરવા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે પણ પુનર્વિચાર અરજી પર વિચાર કરી રહ્યા છે. અમારો પ્રશ્ન છે કે 5 એકર જમીન શા માટે આપવામાં આવી રહી છે. કે જ્યારે રામ મંદિરને તોડીને ઢાંચો બનાવવામાં આવ્યો હતો.

પુનર્વિચાર અરજી પર અમે પણ કાયદાની લડાઈ માટે તૈયાર છીએ. અમે 5 એકર જમીન આપવાનો વિરોધ કરીશું. તેમણે કહ્યું કે અયોધ્યા મામલામાં ક્યાંય 2.77 એકરનો ઉલ્લેખ નથી. લોકો આમ કહી રહ્યાં છે તો એ ખોટું છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાથી એ સ્પષ્ટ થાય છે કે મામલો માત્ર 1500 સ્કવેર યાર્ડ જમીનનો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!