GSTV
Gujarat Government Advertisement

આજે બાબરી મસ્જિદ ધ્વંસની વરસી, અયોધ્યામાં પોલીસ હાઈએલર્ટ પર

Last Updated on December 6, 2019 by Mayur

છ ડિસેમ્બર એટલે કે શુક્રવારે બાબરી ધ્વંસની 27મી વરસી છે, ત્યારે તેને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં પોલીસને હાઈએલર્ટ પર રાખવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે અયોધ્યા મામલે રામલલા વિરાજમાનના પક્ષમાં પોતાનો ચુકાદો આપ્યો હતો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે મુસ્લિમોને અયોધ્યામાં અલગથી 5 એકર જમીન આપવાના આદેશ આપ્યા હતા.

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલાંથી જ સુરક્ષા વધારવામાં આવી હતી, ત્યારે આ દરમિયાન કોઈ હિંસા જોવા નથી મળી. તો અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં પહેલી પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી છે. પક્ષકાર એમ સિદ્દીકીએ 217 પાનાની પુનર્વિચાર અરજી દાખલ કરી છે.

જેમાં માગ કરવામાં આવી છે કે બંધારણીય બેંચના આદેશ પર રોક લગાવવામાં આવે, જેમાં કોર્ટે વિવાદિત જમીનને રામ મંદિરના પક્ષમાં આદેશ આપ્યો હતો. આ અરજીમાં સુપ્રીમ કોર્ટ ભલામણ કરવામાં આવી છે કે કેન્દ્ર સરકારને રામ મંદિર માટે ટ્રસ્ટ બનાવતા રોકવામાં આવે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કામનું/ ઇન્શ્યોરન્સ કંપનીથી ખુશ ના હોવ તો આ રીતે ટ્રાન્સફર કરાવી શકો છો તમારી હેલ્થ પોલીસી, જાણો શું થશે લાભ

Bansari

ખુમારી / અંગ્રેજોએ ભારતીયોને એડમિશનની ના પાડતા સર્જાઈ રાજ્યની આ મેડિકલ કોલેજ, સન્માન કરવા વારસદારોની શોધખોળ

Dhruv Brahmbhatt

કામની વાત: હવે રહેઠાણના પુરાવા વગર જ બની જશે આધાર કાર્ડ, જાણો શું છે રીત?

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!