GSTV

રામ મંદિર ભૂમિપૂજન: ઇકબાલ અંસારીને મળ્યું આમંત્રણ, RSS પ્રમુખ છે અતિથિ વિશેષ

Last Updated on August 3, 2020 by pratik shah

અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજનની તૈયારી થઇ ગઈ છે. ત્યારે આ કાર્યક્રમ માટે મહેમાનોને આમંત્રણ પહોંચી ગયું છે. અયોધ્યા કેસમાં પક્ષકાર રહી ચૂકેલા ઇકબાલ અંસારીને પણ આમંત્રણ આપવામ આવ્યું છે. ખાસ વાત એ છે કે આ આમંત્રણ પત્રિકામાં લખ્યું છે કે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની સાથે અતિથિ વિશેષ તરીકે RSS પ્રમુખ મોહન ભાગવત પણ ભાગ લેશે

મોહન ભાગવત અતિથિ વિશેષ

શ્રીરામ જનભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ તરફથી મોકલવામાં આવેલ આ આમંત્રણ પત્રિકામાં લખ્યું છે, “શ્રી રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન અને કાર્યારંભ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના શુભ હસ્તે થશે. અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત હાજર રહેશે.

ઉમા ભારતીની ચિંતામાં વધારો

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ ઓગસ્ટએ ભુમીપુજન થવાનું છે. જેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. ત્યારે અમિત શાહ અને ભાજપના કેટલાક નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેના લીધે ઉમા ભારતીની ચિંતામાં વધારો થયો છે.

ભૂમિપૂજનમાં આવશે પણ કાર્યક્રમ સ્થળ પર હાજર નહિ રહે: ઉમા ભારતી

ઉમાભારતીએ કહ્યું કે તે ભુમીપુજનના કાર્યક્રમમાં તો આવશે પરંતુ કાર્યક્રમ સ્થળ પર હાજર નહીં રહે. પણ સરયૂ નદીના કિનારે હાજર રહેશે. ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ એ ટ્વીટ કરી જણાવ્યું કે જ્યારથી અમિત શાહ તેમજ ભાજપના કેટલાક નેતાને કોરોના પોઝિટિવ થયાનું સાંભળ્યું છે ત્યારથી ભૂમિપૂજનમાં હાજર રહેનાર પીએમ મોદીને લઈને ચિંતિત છું. જેના લીધે મેં અધિકારીઓને સૂચના આપી દીધી છે કે હું ભુમિપૂજનના કાર્યક્રમ દરમિયાન અયોધ્યામાં સરયૂ નદીના કિનારે રહીશ.

કાલે પહોંચશે ઉમા ભારતી અયોધ્યા

સાથે જ વધુમાં જણાવ્યું કે હું આજે ભોપલથી નીકળીશ અને કાલે અયોધ્યા પહોંચીશ. તે દરમિયાન હું કોરોના સંક્રમિત લોકોના સંપર્કમાં આવી શકું છું. આવી સ્થિતિમાં પીએમ મોદી અને સેંકડો લોકો ત્યાં હાજર હશે તેમનાથી દુરી બનાવા માટે હું કાર્યક્રમ સ્થળને બદલે સરયૂ નદીના કિનારે હાજર રહીશ. અને બધાના ગયા પછી હું રામલ્લાના દર્શન કરીશ.

MUST READ:

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!