GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

રામ મંદિર નિર્માણમાં વડાપ્રધાન મોદીનું કોઈ યોગદાન નથી, રામસેતૂની ફાઈલ 5 વર્ષથી ટેબલ પર છે એક સહી નથી કરતા

આગામી પાંચ ઓગસ્ટના રોજ અયોધ્યામાં ભૂમિ પૂજન થવાનું છે. ભૂમિ પૂજન વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે.ત્યારે હવે આ તમામની વચ્ચે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક નિવેદનમાં કહ્યુ હતું કે, રામ મંદિર નિર્માણમાં વડાપ્રધાન મોદીનું કોઈ યોગદાન નથી. ભાજપ સાંસદે એવું પણ કહ્યુ હતું કે, પાંચ વર્ષથી રામ સેતુની ફાઈલ તેમના ટેબલ પર પડી છે.

ડાપ્રધાન મોદીના કારણે આ નિર્ણય નથી આવ્યો

હકીકતમાં જોઈએ તો, એક ટીવી ઈન્ટરવ્યૂમાં સ્વામીને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે ભૂમિ પૂજનને લઈ અમુક વાતો જણાવી હતી. ત્યારે તેમણે ભૂમિ પૂજનમાં ક્યાં ક્યાં લોકોને બોલાવી શકાય તેની વિશે પણ જાણકારી આપી હતી. સ્વામીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી હું જાણુ છું, ત્યાં સુધી તેમણે એવું કોઈ કામ નથી કર્યું, જેના લીધે તેઓ કહી શકે કે, આ નિર્ણય તેમના કારણે આવ્યો છે.

આ લોકોનું છે યોગદાન

સ્વામીએ વધુમાં કહ્યું હતું કે, જે લોકોએ કામ કર્યું છે, તેમાં રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ અને અશોક સિંઘલનું નામ છે. સ્વામીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, વાજપેયીએ પણ અડંગો લગાવ્યો હતો. અશોક સિંઘલે આ વાત તેમને જણાવી હતી.

રામસેતૂની ફાઈલ મોદીના ટેબલ પર પડી છે પણ સહી નથી કરતા

ભાજપ સાંસદે વધુમાં જણાવ્યુ હતું કે, રામસેતૂને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવા માટેની ફાઈલ છેલ્લા પાંચ વર્ષથી મોદીના ટેબલ પર પડી છે. જેમાં તેમણે અત્યાર સુધીથી સહી કરી નથી. હું કોર્ટમાં જઈને આ કામ કરી શકું છું, પણ મને ખોટુ લાગે છે કે, મારી પાર્ટી હોવા છતાં પણ મારી કોર્ટ જવુ પડે.

જો રાજીવ ગાંધી બીજી વાર વડાપ્રધાન બન્યા હોત તો અત્યાર મંદિર બની ગયુ હોત

વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, રાજીવ ગાંધી જો બીજી વાર વડાપ્રધાન બન્યા હોત તો, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થઈ ગયુ હોત. રાજીવ ગાંધીએ વિવાદીત જગ્યાનુ તાળુ ખોલાવી દીધુ હતું. તેમણે તો શિલાન્યાસ કાર્યક્રમની મંજૂરી પણ આપી દીધી હતી, પણ તેમના આકસ્મિક નિધનના કારણે બધી વસ્તુ બદલાઈ ગઈ.

READ ALSO

Related posts

RBIનો હવાલો આપતા રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી, દેશમાં આર્થિક મોરચે હજૂ પણ ખરાબ સમય આવી શકે છે !

Pravin Makwana

યુપી સરકારે કોરોના વાયરસને અટકાવવા લીધો મોટો નિર્ણય, દર્દીઓની સારવારમાં અપાશે આ દવા

Karan

CBSE કંપાર્ટમેન્ટ પરીક્ષા આયોજિત થશે કે નહી ? જાણો શું કહ્યુ બોર્ડે !

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!