GSTV

રામલલ્લાને જમીન ફાળવાઈ પાછળ આ સાયન્ટિફિક પુરાવા કરી ગયા કામ, સુપ્રીમે આધાર બનાવ્યો

અયોધ્યામાં રામ જન્મભૂમિ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના પૂરાવા અગત્યનો ભાગ ભજવી ગયા છે.કોર્ટે એએસઆઈના પૂરાવાના આધારે કહ્યુ છે કે, મસ્જિદ ખાલી જમીન પર નહોતી બનાવાઈ.એ સાથે જ કોર્ટે કહ્યુ હતુ કે, એએસઆઈના રિપોર્ટ પ્રમાણે ખોદકામ દરમિયાન જે પણ અવશેષો મળ્યા તે ઈસ્લામિક અવશેષો નહોતા.

15 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું પરિક્ષણ

ઉલ્લેખનીય છે કે, 15 વર્ષ પહેલા આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર અયોધ્યામાં વિવાદિત જમીનની નીચે ખોદકામ કર્યુ હતુ. તે વખતે મળેલા પૂરાવાનુ વૈજ્ઞાનિક પરિક્ષણ કરાયુ હતુ. જેના આધારે સાબિત થયુ હતુ કે,  અહીંથી મળેલા અવશેષ પ્રાચીન મંદિરના છે.

ખોદકામમાં જોવા મળ્યું આ

હિન્દુ પક્ષે દલીલ કરી હતી કે, સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં પણ રામજન્મસ્થાનનુ બહુ ચોક્કસ વર્ણન કરાયુ છે.1528માં સેનાપતિ મીર બાકીએ મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી.એ પછી વિવાદાસ્પદ મસ્જિદની નીચેથી વિશાળ મંદિર હોવાના પ્રમાણ એએસઆઈના ખોદકામમાં મળ્યા છે. હિન્દુ પક્ષની દલીલ હતી કે, ખોદકામમાં મળેલા પથ્થમાં દેવી દેવતાઓ તેમજ હિન્દુ ધાર્મિક પ્રતિકોની કોતરણી થયેલી છે.

પુરાવા સામે સવાલ

બીજી તરફ સુન્ની વકફ બોર્ડનો આરોપ હતો કે, પુરાતત્વ એક ચોક્કસ વિજ્ઞાન નથી.જેમા જો અને તો પર ભાર મુકવામાં આવે છે.સુન્ની વકફ બોર્ડે પોતાના તરફથી રજૂ કરેલા બે પુરાતત્વ નિષ્ણાતો સુપ્રીયા વિરામ અને જયા મેનને એએસઆઈના પૂરાવા સામે સવાલ ઉભા કર્યા હતા.

Read Also

Related posts

જ્યોતિષશાસ્ત્ર/ કામ-ધંધા કઈ પણ હોય, જો નથી મળી રહી સફળતા તો તમારો બેડોપાર કરી શકે છે આ રુદ્રાક્ષ

Damini Patel

BIG BREAKING / કંધાર એરપોર્ટ પર રોકેટ હુમલો, તમામ ફ્લાઇટો તત્કાલિક ધોરણે કરાઇ રદ્દ

Dhruv Brahmbhatt

હવે હોસ્પિટલના ધક્કા નહીં ખાવા પડે, ઘરે બેઠાં જ 79 લાખ પરિવારના સભ્યોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળશે

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!