GSTV
Home » News » અયોધ્યા વિવાદ : પૂજાની માંગ કરવાની અરજી પર સુપ્રીમે જે કહ્યું તે વાંચીને ચોંકી જશો

અયોધ્યા વિવાદ : પૂજાની માંગ કરવાની અરજી પર સુપ્રીમે જે કહ્યું તે વાંચીને ચોંકી જશો

સુપ્રિમ કોર્ટે શુક્રવારે શુક્રવારે અયોધ્યામાં ‘67.7 એકર જમીનના નિર્વિવાદ હિસ્સા’ પર પૂજા કરવાની પરવાનગી આપવાની અરજીને ફગાવી દીધી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે અરજીને નકારી કાઢતાં મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ અરજદારોને કહ્યું હતું કે, “તમે આ દેશમાં શાંતિની મંજૂરી આપશો નહીં. હંમેશા કંઈકને કંઈક બને છે.

ત્યારે સુપ્રિમ કોર્ટે અરજીકારો પર લગાવવામાં આવેલા અલ્હાબાદ હાઇકોર્ટના પાંચ લાખ રૂપિયાના દંડના નિર્ણય બદલવાનો ઇનકાર કર્યો હતો. તે પહેલાં હાઈકોર્ટે એક અરજીને રદ કરી અને એક અન્ય અરજદાર પર તેના પર રૂ. પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો.

જેમણે વિવાદિત સ્થળે નમાઝ પઢવાની માંગ કરી હતી. ત્યારે અગાઉ ફેબ્રુઆરીમાં એક અલગ અરજીમાં ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સર્વોચ્ચ અદાલત વિવાદિત મંદિર સ્થળ પર પૂજા કરવા માટે તેમના મૂળભૂત અધિકારોને લાગુ કરવા માંગ કરી હતી.

ત્યારે સુપ્રીમ કોર્ટે અયોધ્યા રામ જન્મ ભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસને ઉકેલવા માટે મધ્યસ્થતા પેનલને સોંપી દીધુ છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એફએમ ખલિફુલા મધ્યસ્થતા પેનલના વડા છે. ત્યારે ત્રણ સભ્યોની સમિતિમાં શ્રી શ્રી રવિ શંકર અને વરિષ્ઠ વકીલ શ્રી રામ પંચુનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

AAP એ બહાર પાડ્યો ચૂંટણી ઢંઢેરો, કેજરીવાલે કહ્યું- બીજેપી સિવાય બીજી કોઇપણ પાર્ટીના સમર્થન માટે તૈયાર

Bansari

રૂપાણી, નીતિનભાઈ અને વાઘાણીનું ભવિષ્ય નક્કી કરશે લોકસભાનું રિઝલ્ટ, મંત્રીમંડળમાં મોટા ફેરફારની શક્યતા

Karan

માયાવતી ઉપયોગમાં લીધેલ ટ્રાન્સફોર્મર જેવા, તેનાથી બલ્બ પણ પ્રકાશ આપતો નથી : સુરેશ ખન્ના

Mayur