GSTV

દેશ માટે ઐતિહાસિક ક્ષણ: PM મોદીએ કર્યું રામ મંદિરનું ભૂમિપૂજન, નિયત શુભમુહૂર્તમાં થયો શિલાન્યાસ

અયોધ્યામાં આજે ઇતિહાસ રચાયો. લાખો કરોડો હિન્દુઓનું વર્ષોની ઇંતેજારી આખરે ખતમ થઇ અને વાળા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં પવિત્ર રામમંદિરનું ભૂમિપૂજન સંપન્ન થયું. પીએમ મોદીએ રામ મંદિરની આધારશીલા મૂકી છે.

5 પેઢીઓનો સંકલ્પ પૂર્ણ થયો: યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શિલાન્યાસ વિધિ પૂર્ણ થયા બાદ સંબોધન કરી રહ્યા છે. તેમણે રામ મંદિર શિલાન્યાસને 5 પેઢીઓનો સંકલ્પ પૂર્ણ થયો હોવાનું જણાવ્યું.

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે સંઘ પ્રમુખ મોહન ભાગવતે મહત્વનુ નિવેદન આપ્યુ.. તેમણે જણાવ્યુ હતુ કે, આજે આનંદનો દિવસ છે. આજે સંઘે 30 વર્ષ સુધી કામ કર્યુ… અને આજે રામ મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણ થયુ છે. રામ મંદિર માટે અનેક લોકોએ બલિદાન આપ્યા છે. કેટલાક લોકો એવા છે જેઓ પરિસ્થિતિના કારણે અયોધ્યા આવી શક્યા નથી. પરંતુ અડવાણી સહિતના નેતાઓ આજે ઘરે બેસીને શિલાન્યાસનો કાર્યક્રમ નિહાળી રહ્યા છે.  મોહન ભાગવતે વધુમાં જણાવ્યુ હતુ કે, આજથી ભારતને વૈભવશાળી બનાવવાનો પ્રારંભ થયો છે. ભારત વિશ્વને કુટુંબ માને છે.

રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે સંઘ પ્રમુખ મોહન ભાગવતે મહત્વનુ નિવેદન આપ્યુ

નિયત શુભમુહુર્તમાં પીએમ મોદીએ મૂકી આધારશિલા

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિરની આધારશીલાનું સ્થાપન કરી દીધું છે. ભૂમિપૂજનની તમામ પૂજા અને પ્રક્રિયા બાદ પીએમ મોદીએ વિધિવત રીતે નિયત શુભ મુહૂર્તમાં રામમંદિરની આધારશિલા મૂકી

રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ

રામનગરી અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન શરૂ થયું છે. PM નરેંન્દ્ર મોદી શુભ મુહુર્તના સમયે ભૂમિ પૂજન શરૂ થયું છે. ઉલ્લેખનીય છે કે પૂજનમાં પીએમ મોદી સાથે મોહન ભાગવત છે હાજર, ત્યાર પછી શિલાન્યાસ કરશે. આદરમ્યાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ સહિત ઘણા મહેમાન હાજર રહેશે. અયોધ્યાને આજે શણગારવામાં આવી છે, દિવાળી જેવો માહોલ છે.પીએમ મોદીએ રામલલ્લા મંદિરમાં દંડવત કર્યા.. જે બાદ પીએમ મોદીએ ભગવાન રામના દર્શન કર્યા હતા. પીએમ મોદીએ મંદિરમાં વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી થાળીથી ભગવાન રામની આરતી કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાના હનુમાન ગઢી પહોંચ્યા હતા અને ત્યાં પૂજા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર ભૂમિ પૂજન સ્થળે પહોંચી ગયા છે અને ભૂમિ પૂજનનો કાર્યક્રમ શરૂ થઇ ગયો છે. પીએમ મોદી સાથે યુપી સીએમ યોગી આદિત્યનાથ, મોહન ભાગવત અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર છે.

પીએમ અહીં પૂજા કરશે. ત્યારબાદ ભૂમિપૂજન સ્થળ જવા રવાના થશે. રામલલ્લાના દર્શન પહેલા હનુમાન ગાંધી મંદિરમાં પૂજા કરવાની પ્રથા છે. ત્યાર બાદ પીએમ મોદી રામજન્મભૂમિ સ્થળ પર પહોંચ્યા છે. ત્યા પીએમ મોદીએ સાષ્ટાંગ પ્રમાણ કર્યા હતા. અને પરિસરમાં પીએમ મોદીએ પારીજાતનો છોડ રોપ્યો હતો.

અયોધ્યાને આજે શણગારવામાં આવી છે, દિવાળી જેવો માહોલ

યુપીના સીએમ યોગી આદિત્યનાથે પીએમ મોદીનું સ્વાગત કર્યુ

પીએમ મોદીએ અયોધ્યા પહોંચ્યા છે. જ્યાં યુપીના સીએમ યોગી આદિત્યનાથે પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતુ. હેલીપેડ પર પીએમ મોદીએ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કર્યુ હતુ. પીએમ મોદી સીએમ યોગીથી દુર ઉભા રહ્યા હતા. તો પીએમ મોદી રેશમી વસ્ત્રોમાં પણ જોવા મળ્યા હતા.

પીએમ મોદી સીએમ યોગીથી દુર ઉભા રહ્યા હતા

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા હતા. જ્યારે શિલાન્યાસ પ્રસંગે અયોધ્યામાં ખાસ તૈયારી કરવામાં આવી છે. જેમા દેશભરમાંથી સાધુ સંતોને આમંત્રણ આપવામાં આવ્યુ.. સીએમ યોગીના શાસનમાં અયોધ્યામાં વિશાળ રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યુ છે.

500 વર્ષ બાદ અયોધ્યામાં શુભઘડીનો અવસર આવ્યો..અને રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમને લઈને સમગ્ર  અયોધ્યા રામમય બની ગઈ..સમગ્ર અયોધ્યાને નવોઢાની જેમ શણગારવામાં આવી…અને લોકો ફરી રામરાજ્યના યુગમાં પહોંચ્યા હોય તેવી ઉત્સાહ જોવા મળ્યો.

READ ALSO

Related posts

6 વર્ષમાં ગુજરાતના દિલ્હીમાં બેઠેલા નેતાઓએ ગુજરાત માટે શું કર્યું?, ખેડૂતોને મળ્યું માત્ર ફદિયું

Karan

મોટા સમાચાર/ મોદી સરકારનો આ પ્લાન સફળ રહ્યો તો ભારત બની જશે આત્મનિર્ભર, 24 સેક્ટરમાં સરકાર બદલી રહી છે નિયમો

Karan

Breaking : મોદી સરકારે ખેડૂતોને આપી મોટી ખુશખબર, ઘઉં, ચણા અને રાઈના ટેકાના ભાવમાં થયો મોટો વધારો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!