GSTV

અયોધ્યા વિવાદને ઉકેલવામાં આ પુરાવાઓનો ખૂબ મોટો છે ફાળો, સુપ્રીમે આ કારણોસર આપ્યો છે ઐતિહાસિક ચૂકાદો

વર્ષ 2019માં ૧૫૦ વર્ષ જુના અયોધ્યા વિવાદ પર સુપ્રિમે ઐતિહાસિક ચૂકાદો આપ્યા પછી રામમંદિર નિર્માણનો માર્ગ મોકળો બન્યો હતો. અયોધ્યા વિવાદને ઉકેલવામાં પુરાતત્વના પુરાવાઓનો ખૂબ મોટો ફાળો રહયો હતો, ઇસ ૧૫૨૮માં બાબરના સેનાપતિ મીરબાકીએ બાબરી મસ્જિદ બનાવી પરંતુ તે કોઇ ખાલી સ્થળ ન હતું એમ આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાને ખોદકામ દરમિયાન મળેલા પુરાવાઓ પરથી સાબીત થયું હતું. ૧૨ મી સદીમાં અહીં મંદિર હોવાના પણ પ્રમાણો મળ્યા હતા. જે ખોદકામ દરમિયાન જે કલાકૃતિઓ મળી તે પણ ઇસ્લામિક ન હતી.

વર્ષ 2019માં ૧૫૦ વર્ષ જુના અયોધ્યા વિવાદ પર ઐતિહાસિક ચૂકાદો આવ્યો

12મી સદીમાં અહીં મંદિર હોવાના પણ પ્રમાણો મળ્યા

વિવાદિત ઢાંચો તૈયાર કરવા માટે પણ જુની ચીજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આથી જ તો કેટલાક મુસ્લિમ પક્ષકારોનું માનવું હતું કે પુરાતત્વના પુરાવાઓ પર વિશ્વાસ કરવો જોઇએ નહી. સુન્ની પક્ષ વિવાદિત સ્થળને મસ્જિદ જાહેર કરવાની માંગ હતી પરંતુ ઇસ ૧૮૫૬-૫૭ સુધી આ વિવાદિત સ્થળે નમાઝ પઢવામાં આવતી હોવાની સાબીતી મળી ન હતી. જયારે ઇસ ૧૮૫૬ પહેલા હિંદુઓ આ સ્થળના અંદરના ભાગમાં પૂજા કરતા હતા. એ સમયે અંગ્રેજનું શાસન હતું, હિદુંઓને પૂજા કરતા રોકવામાં આવતા ચબુતરા પર પૂજા કરતા હતા.

હિદુંઓને પૂજા કરતા રોકવામાં આવતા ચબુતરા પર પૂજા કરતા

અંગ્રેજોએ આ બંને ભાગને અલગ કરવા માટે રેલિંગ બનાવી હતી તેમ છતાં હિંદુઓ મુખ્ય ગુંબજની નીચેના ભાગને ર્મંદિરનું ગર્ભગૃહ માનતા હતા. આથી જ તો સુપ્રિમ કોર્ટે પણ ચુકાદામાં નોંધ્યું હતું કે આર્કિયોલોજીના પુરાવાઓની ઉપેક્ષા કરી શકાય નથી.

READ ALSO

Related posts

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana

મોદી સરકારને પડ્યો સૌથી મોટો ફટકો/ અકાલી દળે 22 વર્ષ જૂની દોસ્તી એક ઝાટકે તોડી નાખી, NDAનો સાથ છોડી દીધો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!