GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

5 એકર જમીન માટે ઉપકારની જરૂર નથી, સુપ્રિમ કોર્ટનાં નિર્ણય પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમ (એઆઈએમઆઈએમ) ચીફ અસદુદ્દીન ઓવૈસીએ અયોધ્યા મામલામાં સુપ્રિમ કોર્ટનાં મુસ્લિમ પક્ષને પાંચ એકર જમીન આપવાનાં નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે.

તેમણે કહ્યુ છેકે, દેશનાં મુસ્લિમોને 5 એકર જમીન માટે ઉપકારની જરૂર નથી. તેમણે કહ્યુકે, સુપ્રિમ કોર્ટનો આ નિર્ણય અમિટ નથી. તેમણે જણાવ્યુ કે, કાયદાકીય લડાઈ માટે  મુસ્લિમ પક્ષ લડ્યો છે. કોર્ટના આદેશ બાદ તથ્યો પર આસ્થાની જીત થઈ છે.

તેમણે કહ્યુકે, મારા મતે પાંચ એકર જમીન લેવી જોઈએ નહી. મુસ્લિમ જનતા એટલી મજબૂત છેકેસ તેઓ ઉત્તર પ્રદેશમાં ક્યાય પણ જમીન માટે પૈસા એકત્ર કરી શકે છે. તેમણે કહ્યુકે, હિંદુસ્તાનના મુસલમાન એટલાં પણ નબળા નથી કે, તેઓ પાંચ એકર જમીન ખરીદી ન શકે. અમને ભેટમાં જમીન જોઈતી નથી.

અમે અમારી કાયદાકીય લડત લડી શકીએ છીએ. અમારે કોઈની પણ પાસેથી ભીખની જરૂર નથી. જેથી જે પાંચ એકર જમીન આપવામાં આવી રહી છે તેને પરત આપી દેવી જોઈએ. અયોધ્યા બાદ હવે કેટલાક સંગઠન કાશી અને મથુરાનો પણ મુદ્દો ઉઠાવશે. ઓવૈસીએ કહ્યુ છેકે, મંદિર બનાવવા માટેનો અધિકાર તેમને આપવામાં આવ્યો છે જેમણે 1992માં મસ્જીદને તોડી હતી. પર્સનલ લો બોર્ડને જમીન લેવાથી ઈનકાર કરી દેવો જોઈએ.

જણાવી દઈએકે, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યુ છેકે, આ વિવાદિત જમીનને મંદિર માટે આપવાના જોડાયેલાં નિર્ણયથી તેઓ અસંતુષ્ટ છે. અને આ મામલામાં પુનર્વિચાર અરજી દાખલ કરવા માટે વિચારવામાં આવશે. તેમણે મસ્જીદ માટે પાંચ એકરની વૈકલ્પિક જમીન આપવાને લઈને કહ્યુકે, મસ્જીદની કોઈ કિંમત હોઈ ન શકે. જીલાનીએ કહ્યુકે, આ કેસ કોઈની જીત કે હારનો નથી અને દરેકે શાંતિ બનાવી રાખવી જોઈએ.

READ ALSO

Related posts

મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva

WHOની ચેતવણી : વેક્સીન કોઈ મેજિક ટેબ્લેટ નહીં હોય, જે કોરોના વાયરસને તાત્કાલીક જ ખતમ કરી દેશે

Nilesh Jethva

કંડલા પોર્ટમાં ઓઇલ કંપનીની ઘોર બેદરકારી, ઇમ્પિરિયસ ઓઇલ ટર્મિનલ ટેન્કમાંથી ઓઇલનો જથ્થો ઓવરફ્લો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!