GSTV
Gujarat Government Advertisement

આજે અયોધ્યા જમીન વિવાદ કેસની સુપ્રીમમાં થશે સુનાવણી

Last Updated on July 11, 2019 by Alap Ramani

અયોધ્યા જમીન વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે.. અયોધ્યા વિવાદમાં એક પક્ષકારે અરજી દાખલ કરીને કોર્ટમાં વહેલી સુનાવણી કરવાની માગણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે અરજી પર વિચાર કરવામાં આવશે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી ખંડપીઠમાં પક્ષકાર ગોપાલ સિંહ વિશારદે અરજી દાખલ કરી હતી.. અરજદારનું કહેવું છે કે પહેલા તબક્કાની મધ્યસ્થતામાં કોઇ ખાસ પ્રગતિ થઇ નથી.. આ પહેલા કોર્ટે 8 માર્ચે આ મામલે વાતચીતથી મુદ્દાને ઉકેલવા માટે મધ્યસ્થતા સમિતિ બનાવી હતી.

સમિતિમાં પૂર્વ જસ્ટિસ એફએમ કલિફુલ્લા. આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિશંકર.. સીનિયર વકીલ શ્રીરામ પંચૂ સામેલ છે. ખંડપીઠે સભ્યોને નિર્દેશ આપ્યો હતો કે આઠ સપ્તાહમાં તેઓ મામલાનો કોઇ ઉકેલ શોધે.. સમગ્ર વાતચીત કેમેરા સામે થાય. સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા સમિતિને મામલો ઉકેલવા માટે 15 ઓગષ્ટ સુધીનો સમય આપ્યો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સૂર્યાસ્ત પછી ક્યારેય ના કરશો આ પાંચ કામ, નહીં તો ધન સમૃદ્ધિના નાશ સાથે થશે આ મોટું નુકસાન

Harshad Patel

એલઆઈસીની પોલિસી પર આ રીતે લઈ શકો છો પર્સનલ લોન, નહીં રહે હપ્તા ભરવાની કોઈ જંજટ

Vishvesh Dave

પ્રોપર્ટી ટ્રાન્સફર કરાવવામાં પડી રહી છે મુશ્કેલી, આ સાવ સરળ 4 ટ્રીક અપનાવીને તમારું ટેન્શન દૂર કરો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!