GSTV

અયોધ્યા મામલે મધ્યસ્થતા પેનલે સુપ્રિમ કોર્ટને અંતિમ રિપોર્ટ સોંપ્યો, કાલે થશે સુનાવણી

અયોધ્યા વિવાદ મુદ્દે રચાયેલી મધ્યસ્થતા સમિતિએ ગુરૂવારે સીલબંધ કવરમાં પોતાનો ફાઇનલ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટ હવે બે ઓગષ્ટના દિવસે સુનાવણી કરશે.

સીજેઆઇ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી ખંડપીઠે મધ્યસ્થતા સમિતિ પાસે રિપોર્ટ માગ્યો હતો. આ પહેલા 18 જુલાઇએ સમિતિએ કોર્ટને સ્ટેટસ રિપોર્ટ સોંપ્યો હતો.

ત્યારે સીજેઆઇએ કહ્યું હતુ કે જો મધ્યસ્થતા સમિતિના રિપોર્ટમાં કોઇ સકારાત્મક પરિણામ નહીં નીકળે તો કોર્ટ બે ઓગષ્ટથી દૈનિક સુનાવણી અંગે વિચાર કરશે.

સુપ્રીમ કોર્ટે 8 માર્ચે સુપ્રીમના પૂર્વ જજ જસ્ટિસ એફ.એમ.કલીફુલ્લાની આગેવાનીમાં ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી. જેને આ વિવાદનો સર્વમાનન્ય ઉકેલ શોધવાનો હતો. સમિતિમાં આધ્યત્મિક ગુરૂ શ્રીશ્રી રવિશંકર અને વરિષ્ઠ વકિલ શ્રીરામ પાંચૂ પણ સામેલ હતા.

READ ALSO

Related posts

ચેતજો/ ફેબ્રુઆરી સુધીમાં દેશની અડધોઅડધ વસ્તીને ભરડામાં લઇ લેશે કોરોના: સરકારી પેનલનો દાવો

Bansari

TikTok: પાકિસ્તાને આ શરતો સાથે ટિકટોક પરથી હટાવ્યો પ્રતિબંધ, 10 દિવસ પહેલા જ ચાઇનીઝ એપ કરી હતી બૅન

Bansari

જમ્મુ-કાશ્મીર/ શોપિયામાં સુરક્ષાદળો અને આંતકીઓ વચ્ચે થઈ અથડામણ, એક આંતકી મરાયો ઠાર- સર્ચ ઓપરેશન શરૂ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!