GSTV

મંદિર V/S મસ્જિદ નહીં બને: હોસ્પિટલ-લાઈબ્રેરી-રિસર્ચ સેન્ટર બનાવશે વક્ફ બોર્ડ, જનસુખાકારી માટે હશે આ તમામ સુવિધાઓ

ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્ર વક્ફ હોર્ડ દ્વારા અયોધ્યામાં મસ્જિદ તથા અન્ય નિર્માણ માટે બનાવેલું ટ્ર્સ્ટ કોર્ટના આદેશ પર વક્ફ બોર્ડને મળેલી જમીન પર બનવા જતી જન સુવિધાના શિલાન્યાસ માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાતને આમંત્રિત કરશે.

કોર્ટના આદેશ મુજબ મળીલે જમીન પર બનાવશે જન સુવિધા કેન્દ્રો

ઈંડો ઈસ્લામિક કલ્ચર ફાઉન્ડેશન ટ્રસ્ટના સચિવ અને પ્રવક્તા અતહર હુસૈને શનિવારના રોજ જણાવ્યુ હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ પર અયોધ્યા જિલ્લાના ધન્નીપુર ગામમાં વક્ફ બોર્ડને મળેલી પાંચ એકર જમીન પર હોસ્પિટલ, લાઈબ્રેરી, સામુહિક રસોઈ ઘર અને રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે. આ તમામ વસ્તુઓ જનતાની સુવિધા માટે રહેશે. અને જનતાને સુવિધા આપવાનું કામ મુખ્યમંત્રી હોય છે. એટલા માટે તેમને શિલાન્યાસ માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આમંત્રિત કરવામાં આવ્યા છે.

યોગી આદિત્યનાથ ભરાયા, નિમંત્રણમાં જશે કે નહીં જાય સૌથી મોટો સવાલ

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં આવશે જ અને સાથે સાથે આ સુવિધાના નિર્માણ માટે સહયોગ પણ કરશે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ખાનગી ટીવી ચેનલના ઈન્ટરવ્યૂમાં અયોધ્યામાં મસ્જિદ શિલાન્યાસ કાર્યક્રમમાં કહ્યુ હતું કે, મસ્જિદ શિલાન્યાસ પ્રસંગમાં મને બોલાવતા નહીં, હું જઈશ પણ નહીં.

ઈસ્લામમાં મસ્જિદનો પાયો નાખવાનો કોઈ ઉલ્લેખ જ નથી

ત્યારે આ બાબત પર હુસેને કહ્યુ હતું કે, ઈસ્લામના તમામ વિચાર કેન્દ્રે જેવા કે, હનફી, હમ્બલી, શાફઈ અને માલિકીમાં ક્યાય પણ મસ્જિદનો પાયો રાખતી વખતે કાર્યક્રમ આયોજન કરવાનું લખ્યુ નથી, એટલા માટે યોગીને નિમંત્રણનો કોઈ સવાલ જ પૈદા થતો નથી.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવાની પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!