GSTV
Home » News » અયોધ્યા કેસની સુનાવણી : મધ્યસ્થી પેનલ 31મી જુલાઈના અંતિમ રિપોર્ટ સોંપશે

અયોધ્યા કેસની સુનાવણી : મધ્યસ્થી પેનલ 31મી જુલાઈના અંતિમ રિપોર્ટ સોંપશે

અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી. કોર્ટના આદેશ બાદ મધ્યસ્થી કમિટીએ કોર્ટમાં રિપોર્ટ સોંપ્યો.. કોર્ટે સુનાવણી દરમ્યાન જણાવ્યુ હતુ કે, રામ મંદિર મામલે મધ્યસ્થી પેનલ 31મી જુલાઈ સુધીમાં અંતિમ રિપોર્ટ સોંપશે. જ્યારે આ મામલે ઓપન કોર્ટમાં સુનાવણી કરવી કે નહીં તે અંગે કોર્ટની ખંડપીઠ બીજી ઓગસ્ટે આદેશ આપશે.

સીજેઆઈ રંજન ગોગોઈની આગેવાની વાળી પાંચ જજની ખંડપીઠે મધ્યસ્થી કમિટી પાસે 11મી જુલાઈએ સુનાવણી દરમ્યાન રિપોર્ટ માગ્યો હતો. જે અંગે કોર્ટેમાં આજે વિચાર કરવામાં આવ્યો. 31મી જુલાઈએ રિપોર્ટ સોંપ્યા બાદ મધ્યસ્થી પેલનની કામગીરી પૂર્ણ થશે.

નવમી જુલાઈનો આગ્રહ કરાયો

અયોધ્યા વિવાદ મામલે હિંદુ પક્ષકારોએ નવમી જુલાઈએ આ મામલે તુરંત સુનવાણી કરવા કોર્ટને આગ્રહ કર્યો હતો. કોર્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે, મધ્યસ્થી પેનલીની કામગીરી ધીમી પડી છે. જેથી આ મામલે કોર્ટે હસ્તક્ષેપ કરી નિર્ણય લેવો જોઈએ. મહત્વપૂર્ણ છે કે, કોર્ટના આદેશ બાદ શ્રી શ્રી રવિશંકર, જાણીતા લવાદ શ્રીરામ પંચુને 15મી ઓગસ્ટ સુધીમાં મધ્યસ્થતા પૂર્ણ કરવાના આદેશ આપ્યા હતા.

READ ALSO

Related posts

જેટલીને યાદ કરીને ગળગળા થયા અમિત શાહ: કહ્યું- મુશ્કેલ સમયમાં હંમેશા મારો સાથ આપ્યો

Riyaz Parmar

પૂર્વ પીએમ ડો.મનમોહનસિંહ છઠ્ઠી વખત રાજ્યસભા પહોંચ્યાં, ઉપરાષ્ટ્રપતિએ સાસંદ તરીકે શપથ લેવડાવ્યા

Riyaz Parmar

બહેરીનમાં વડાપ્રધાન મોદીનો હુંકાર: હવે ભારતનાં તેવર અને ક્લેવર બદલાઇ ગયા છે

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!