GSTV
Gujarat Government Advertisement

અયોધ્યા કેસ ફરી શરૂ નહીં થાય : સુપ્રીમે બધી 19 ફેરવિચારણા અરજીઓ ફગાવી

Last Updated on December 13, 2019 by Mayur

અયોધ્યાના રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદા વિરૂદ્ધ દાખલ કરાયેલી બધી જ 19 પુન: સમીક્ષા અરજીઓ ફગાવી દેવામાં આવી છે. બંધ ચેમ્બરમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે કહ્યું કે અરજીઓમાં કોઈ મેરીટ નથી.સુપ્રીમ કોર્ટના 9મી નવેમ્બરના ચૂકાદા પર પુન: વિચાર કરવાનો કોઈ આધાર નથી. સુપ્રીમ કોર્ટે 9મી નવેમ્બરે આ કેસમાં રામલલ્લા વિરાજમાનની તરફેણમાં ચૂકાદો આપીને અયોધ્યામાં રામ મંદિરના બાંધકામનો માર્ગ મોકળો કર્યો હતો. આ કેસમાં પક્ષકાર તરફથી 9 અને નવ અન્ય અરજદારોએ પુનર્વિચાર અરજી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેના નેતૃત્વમાં ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ. અબ્દુલ નજીર અને સંજીવ ખન્નાની બંધારણીય બેન્ચે પુનર્વિચાર અરજીઓ નકારી કાઢી હતી.

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચમાં તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ નિવૃત્ત થતાં તેમના સૃથાને સંજીવ ખન્નાનો સમાવેશ કરાયો હતો. સુપ્રીમની બંધારણીય બેન્ચે પુનર્વિચાર અરજીઓ ફગાવી દીધી હોવા છતાં પક્ષકારો સમક્ષ હજુ એક અંતિમ ન્યાયિક વિકલ્પ ખૂલ્લો છે.કોર્ટના ચૂકાદા વિરૂદ્ધ આ અંતિમ વિકલ્પને ક્યુરેટિવ પિટિશન કહે છે. જોકે, ક્યુરેટિવ પિટિશન પુન: સમીક્ષા અરજી કરતાં થોડીક અલગ હોય છે. તેમાં ચૂકાદાની જગ્યાએ ચોક્કસ મુદ્દા આૃથવા વિષયો પર ધ્યાન આપવાની જરૂર છે તેવું પક્ષકારોને લાગતું હોય તે બાબતોને જ ચિહ્નિત કરવામાં આવે છે.

અયોધ્યા કેસમાં 9મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવ્યા પછી લગભગ 19 પુનર્વિચાર અરજીઓ દાખલ થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં નિર્મોહી અખાડાએ પણ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. નિર્મોહી અખાડાએ તેની અરજીમાં કહ્યું કે ચૂકાદાના એક મહિના પછી પણ રામ મંદિર ટ્રસ્ટમાં તેની ભૂમિકા નિશ્ચિત નથી થઈ.કોર્ટ આ કેસમાં સ્પષ્ટ આદેશ આપે, પરંતુ હવે તેની અરજી પણ ફગાવી દેવાઈ છે. બંધારણીય બેન્ચનું સ્પષ્ટપણે માનવું હતું કે સદીઓ જૂના વિવાદાસ્પદ દિવાની કોર્ટમાં મુખ્યત્વે ચાર પક્ષકારો હતા અને માત્ર તેમની પુનર્વિચાર અરજીઓને જ ધ્યાનમાં લેવામાં આવી હતી.

સુપ્રીમે અસલ કેસમાં પક્ષકાર ન હોય તેવા લોકોએ દાખલ કરેલી પુન: સમિક્ષા અરજીઓને સાંભળવાનો ઈનકાર કરી દીધો હતો. આ અરજીઓ ફગાવી દેવાની સાથે ખુલ્લી કોર્ટમાં આ અરજીઓ પર સુનાવણીની વિનંતી પણ આપમેળે રદ થઈ ગઈ હતી.મુસ્લીમ પક્ષ તરફથી ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (એઆઈપીએલબી) અને જમિયત ઉલેમા-એ-હિંદે અરજીઓ કરી હતી. અદાલતના આ ચૂકાદા પર પુનર્વિચાર માટે પહેલી અરજી મૂળ પક્ષકારોમાં સામેલ એમ. સિદ્દિકીના વારસદાર અને યુપી જમિયત ઉલેમા-એ-હિન્દના અધ્યક્ષ મૌલાના સૈયદ અશહદ રશિદીએ દાખલ કરી હતી.

આ અરજીઓમાં 14 મુદ્દાઓ પર વિચાર કરવા વિનંતી કરાઈ હતી. તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના અધ્યક્ષપદે પાંચ જજોની બેન્ચે 9મી નવેમ્બરે સર્વાનુમતે ચૂકાદામાં અયોધ્યામાં વિવાદાસ્પદ 2.77 એકર જમીન ‘રામ લલ્લા’ની તરફેણમાં આપી હતી અને સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન ફાળવવા નિર્દેશ આપ્યા હતા.

READ ALSO


Gujarat Government Advertisement

Related posts

રૂપાણી સરકાર ભરાશે : ગુજરાતમાં ફરી ખેડૂત આંદોલન ધમધમવાની સંભાવના, થઈ રહી છે અંદરખાને બેઠકો

Dhruv Brahmbhatt

રાજકારણ: શરદ પવારની આગેવાનીમાં ભાજપને ઘેરવાનો બનાવ્યો પ્લાન, સાંજે ચાર વાગ્યે મળવાની છે આ બેઠક

Pravin Makwana

UPSC Exam 2021: સિવિલ સેવા પ્રિલિમરી એક્ઝામ 2021 રદ કરાઈ, નવા શિડ્યૂલ મુજબ હવે આ તારીખે લેવાશે પરીક્ષા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!