GSTV
Home » News » અયોધ્યા કેસની નવી તારીખ 15 ઓગસ્ટ, SCએ કમિટિને આપ્યો વધારાનો 3 મહિનાનો સમય

અયોધ્યા કેસની નવી તારીખ 15 ઓગસ્ટ, SCએ કમિટિને આપ્યો વધારાનો 3 મહિનાનો સમય

Ayodhya land dispute

અયોધ્યા જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થતાની સાથે મધ્યસ્થા કમિટીએ સિલબંધ કવરમાં રિપોર્ટ સોંપ્યો. જે બાદ કોર્ટે મધ્યસ્થ માટે 15મી ઓગસ્ટ સુધીનો સમય આપ્યો. કોર્ટમાં હિંદુ પક્ષકારોએ મધ્યસ્થતા કમિટિનો વિરોધ કર્યો. જ્યારે મુસ્લિમ પક્ષકારોએ મધ્યસ્થા કમિટીનું સમર્થન કર્યુ. સુનાવણી દરમ્યાન કોર્ટે જણાવ્યુ હતુ કે, અયોધ્યા જમીન વિવાદ મામટે મધ્યસ્થા ચાલી રહી છે. જેથી આ મામલે ત્રણ મહિનાનો સમય મધ્યસ્થા માટે આપવામાં આવે છે.

sc rejects vvpat

સુપ્રીમ કોર્ટ તરફથી રચવામાં આવેલી આ કમિટિમાં અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એફએમઆઇ કલીફુલ્લા સિવાય આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકર અને સુપ્રીમ કોર્ટના સિનિયર વકિલ શ્રીરામ પંચૂ સામેલ છે. અયોધ્યા મામલે બનાવવામાં આવેલી સુપ્રીમ કોર્ટની બંધારણી ખંડપીઠમાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ, જસ્ટીસ એસએ બોબડે, જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટીસ અશોક ભૂષણ અને જસ્ટીસ અબ્દુલ નજીર સામેલ છે. બંધારણીય બેચની અધ્યક્ષતા ચીફ જસ્ટીસ કરી રહ્યાં છે.

રામ મંદિર

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મામલે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થા માટે આઠમી માર્ચે એક પેનલ બનાવી હતી. આ કોંર્ટે મધ્યસ્થા દરમ્યાન મીડિયોને રિપોર્ટિંગ કરવાના મનાઈ ફરમાવી હતી. આ ઉપરાંત કોર્ટે કહ્યુ હતુ કે, એક સપ્તાહમાં મધ્યસ્થાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે. આ સાથે કોર્ટે કહ્યુ કે, યુપીના ફૈજાબાદમાં મધ્યાસ્થા માટે વાતચીત કરવામાં આવે.. જ્યા સુધી મધ્યસ્થા માટે વાતચીત કરવામાં આવશે ત્યા સુધી તમામ માહિતીને ગુપ્ત રાખવામાં આવશે.

પેનલમાં સામેલ કોઈપણ શખ્સ સંબંધિત પક્ષને કોઈપણ પ્રકારની માહિતી આપશે નહી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ કહ્યુ હતુ કે. કોર્ટની દેખરેખ હેઠળ મધ્યસ્થતાની પ્રક્રિયાને ગોપનિય રાખવામાં આવશે… આ ઉપરાંત યુપી સરકારને ફૈઝાબાદમાં મધ્યસ્થાની કાર્યવાહી કેમેરા સામે કરવાના આદેશ આપ્યા હતા. અને મધ્યસ્થા દરમ્યાન કોઈપણ કાયદાકીય મદદ માટે કોર્ટ તૈયાર રહશે.

અયોધ્યા કેસમાં મધ્યસ્થાની પ્રક્રિયાના આદેશ બાદ શુક્રવારે પહેલી વખત સુપ્રીમ કોર્ટેમાં સુનાણી હાથ ધરાઈ હતી. આ સમયે જસ્ટિસ એફએમઆઈ ખલીફુલ્લાએ સુપ્રીમ કોર્ટમાં પોતાની રિપોર્ટ દાખલ કરી હતી. જેમાં મધ્યસ્થા પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 15 ઓગસ્ટ સુધીનો સમય માગ્યો હતો. જે પછી કોર્ટે પણ મધ્યસ્થાની સમયાવિધિ 15 ઓગસ્ટ સુધી આગળ વધારી દીધી છે.

આ સમયે ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યું કે, અમે ઘટનામાં મધ્યસ્થતા ક્યાં સુધી પહોંચી તેની જાણકારી સાર્વજનિક નહીં કરીએ. તેને ગુપ્ત રાખવામાં આવશે. અયોધ્યા મામલે હજુ 13 હજાર 500 પેજનો અનુવાદ કરવાનો બાકી છે. મુસ્લિમ યાચિકાકર્તાઓએ અનુવાદ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, અનુવાદમાં ઘણી ભૂલ છે.

READ ALSO

Related posts

જન્માષ્ટમી : નંદ ઘેર આનંદ ભયો ના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યાં

Nilesh Jethva

જેટલીને યાદ કરીને ગળગળા થયા અમિત શાહ: કહ્યું- મુશ્કેલ સમયમાં હંમેશા મારો સાથ આપ્યો

Riyaz Parmar

અમદાવાદ: ગણેશ મહોત્સવમાં સાબરમતિને સ્વચ્છ રાખવા મનપા કરશે સ્પર્ધાનું આયોજન, આવા છે નિયમો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!