GSTV
Home » News » ક્યાં સુધી પહોંચી મધ્યસ્થીની વાત? અયોધ્યા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

ક્યાં સુધી પહોંચી મધ્યસ્થીની વાત? અયોધ્યા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

sc rejects vvpat

અયોધ્યા જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠ અયોધ્યા વિવાદમાં મધ્યસ્થી માટે બનાવવામાં આવેલી કમિટિના રિપોર્ટ પર સવારે 10-30 કલાકે સુનાવણી કરશે. સુપ્રીમ  કોર્ટે અયોધ્યા મામલો આજે સુનાવણી માટે લીસ્ટેડ કર્યો છે.

સુપ્રીમ કોર્ટ તરફથી રચવામાં આવેલી આ કમિટિમાં અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એફએમઆઇ  કલીફુલ્લા સિવાય  આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકર અને સુપ્રીમ કોર્ટના સિનિયર વકિલ શ્રીરામ પંચૂ સામેલ છે.  અયોધ્યા મામલે બનાવવામાં  આવેલી સુપ્રીમ કોર્ટની બંધારણી ખંડપીઠમાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ, જસ્ટીસ એસએ બોબડે, જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ,  જસ્ટીસ અશોક ભૂષણ અને જસ્ટીસ અબ્દુલ નજીર સામેલ છે. બંધારણીય બેચની અધ્યક્ષતા ચીફ જસ્ટીસ કરી રહ્યાં છે.

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મામલે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થા માટે આઠમી માર્ચે એર પેનલ બનાવી છે. આ કોંર્ટે મધ્યસ્થા  દરમ્યાન મીડિયોને રિપોર્ટિંગ કરવાના મનાઈ ફરમાવી હતી. આ ઉપરાંત કોર્ટે કહ્યુ હતુ કે, એક સપ્તાહમાં મધ્યસ્થાની પ્રક્રિયા  શરૂ કરવામાં આવે. આ  સાથે કોર્ટે કહ્યુ કે, યુપીના ફૈજાબાદમાં મધ્યાસ્થા માટે વાતચીત કરવામાં આવે. જ્યા સુધી મધ્યસ્થા  માટે વાતચીત કરવામાં આવશે ત્યા સુધી તમામ માહિતીને ગુપ્ત રાખવામાં આવશે.

ram mandir verdict

પેનલમાં સામેલ કોઈપણ શખ્સ સંબંધિત પક્ષને કોઈપણ પ્રકારની માહિતી આપશે નહી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ  રંજન ગોગોઈએ કહ્યુ હતુ કે, કોર્ટની દેખરેખ હેઠળ મધ્યસ્થતાની પ્રક્રિયાને ગોપનિય રાખવામાં આવશે. આ ઉપરાંત યુપી  સરકારને ફૈઝાબાદમાં મધ્યસ્થાની કાર્યવાહી કેમેરા સામે કરવાના આદેશ આપ્યા હતા.  અને મધ્યસ્થા દરમ્યાન કોઈપણ  કાયદાકીય મદદ માટે કોર્ટ તૈયાર રહશે.

Read Also

Related posts

2025 સુધીમાં ભારતીય રક્ષાઉદ્યોગને 5 બિલીયન ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય, નિકાસ પર કરાશે ફોકસ

Mansi Patel

ભયજનક ઈમારતો, જર્જરિત સ્ટ્રકચરો અને તંત્રની બેદરકારીમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

Mayur

ગોતામાં જર્જરીત ટાંકી ધરાશાયી : ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે, અમદાવાદની 26 ટાંકી અતિ ભયનજક

Mayur
Do NOT follow this link or you will be banned from the site!