GSTV
Home » News » આરએસએસના વરિષ્ઠ નેતાએ રામમંદિર મામલે આપ્યું મોટું નિવેદન, સુપ્રીમને પણ ન છોડી

આરએસએસના વરિષ્ઠ નેતાએ રામમંદિર મામલે આપ્યું મોટું નિવેદન, સુપ્રીમને પણ ન છોડી

રામમંદિર પર દેશનું રાજકારણ ગરમાયેલું છે. તાજેતરમાં અયોધ્યામાં વીએચપીએ સંતોની ધર્મસભા કરીને કેન્દ્ર સરકારને અલ્ટીમેટમ પણ આપ્યુ હતું. આ ઘટનાક્રમ વચ્ચે હવે આરએસએસના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમારે રામમંદિર મામલે મોટું નિવેદન આપ્યું છે. ઈન્દ્રેશ કુમારે કહ્યુ છે કે રામમંદિર-બાબરી મસ્જિદ વિવાદ પર સરકાર વટહુકમ લાવવાની વિચારણા કરી રહી છે. પરંતુ આચારસંહિતા લાગુ હોવાને કારણે ખામોશ છે. ઈન્દ્રેશ કુમારે સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠ પર અયોધ્યાના મામલામાં વિલંબ મામલે નિશાન સાધ્યું છે. તેમણે ક્હયુ છે કે સરકાર જો રામમંદિર પર વટહુકમ લાવશે અને કોઈ માથા ફરેલો તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે. તો આજના ન્યાયાધીશ તેને સ્ટે પણ કરી શકે છે.

અયોધ્યા મામલાની સુનાવણી ટાળવાના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠના નિર્ણય પર ઈન્દ્રેશ કુમારે કહ્યુ છે કે તેમણે કોઈનું નામ લીધું નથી. કારણ કે 125 કરોડ ભારતીયો તેમનું નામ જાણે છે. ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠ તેમણે વિલંબ કર્યો. તેમણે ઈન્કાર કર્યો. તેમણે અનાદર કર્યો. ઈન્દ્રેશ કુમારે ક્હ્યુ છે કે શું દેશ એટલો કમજોર થઈ જશે કે આ બે-ત્રણ ન્યાયાધીશો પોતાની માન્યતાઓ, લોકશાહી, બંધારણ અને મૂળભૂત અધિકારોનું ગળું ઘોંટશે.

પંજાબ યુનિવર્સિટીમાં જન્મભૂમિ મેં અન્યાય ક્યો? નામથી આયોજીત સેમિનારમાં ઈન્દ્રેશ કુમારની ટીપ્પણીઓને કારણે વિવાદ પણ સર્જાયો છે. મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટની ખંડપીઠે રામમંદિર-બાબરી મસ્જિદ વિવાદના કેસને પોતાની પ્રાથમિકતા નહીં ગણાવીને તેની સુનાવણી જાન્યુઆરીમાં હાથ ધરવાનું ઠેરવ્યું છે.

Read Also 

Related posts

જૂના‘ગઢ’ કોનો : 10 વાગ્યા પણ કોંગ્રેસ ખાતુ નથી ખોલી શકી

Mayur

ચાર વોર્ડમાં ભાજપનો વિજય થતા જૂનાગઢ મેયર પદના ઉમેદવાર શું આ વ્યક્તિ બનશે

Bansari

Sacred Games 2ના કલાકારોએ અપનાવ્યો ગ્લેમરસ લુક, વાયરલ થઈ રહ્યા છે ફોટા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!