GSTV

નજીવા કારણે અયોધ્યા કેસમાંથી મને હાંકી કઢાયો : રાજીવ ધવન

અયોધ્યા વિવાદમાં મુસ્લિમ પક્ષ તરફથી હાજર થનારા વરિષ્ઠ વકીલ રાજીવ ધનને જમિયત ઉલેમા-એ-હિંદે કેસમાંથી હટાવી દીધા છે. સોમવારે જમિયત દ્વારા દાખલ કરાયેલી પુનર્વિચાર અરજીમાં રાજીવ ધવનને વકીલ બનાવાયા નથી. 

રાજીવ ધવનને ખરાબ સ્વાસ્થ્યના કારણે કેસમાંથી દૂર કરાયા હોવાનું જણાવાયું છે. જોકે, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને અન્ય મુસ્લિમ પક્ષ રાજીવ ધવનને તેમની પુનર્વિચાર અરજીમાં વકીલ બનાવે તેવી સંભાવના છે.

રાજીવ ધવને તેમની ફેસબૂક પોસ્ટમાં લખ્યું છે, મને માહિતી મળી છે કે અરશદ મદનીએ સંકેત આપ્યા છે કે મને ખરાબ સ્વાસ્થ્યના કારણે અયોધ્યા કેસમાંથી હટાવવામાં આવ્યા છે. આ વાત તદ્ન ખોટી છે. મને હટાવવા માટેનું કારણ સંપૂર્ણપણે દુર્ભાવનાપૂર્ણ અને ખોટું છે.  મેં કોઈ પણ વાંધો ઉઠાવ્યા વિના આ કાર્યવાહી સ્વીકાર કરવાનો પત્ર મોકલી દીધો છે.

જોકે, આ બાબતે વકીલ એજાજ મકબૂલે જણાવ્યું કે, ‘મુદ્દો એ છે કે મારા ક્લાયન્ટ એટલે કે જમિયત સોમવારે રિવ્યૂ પીટીશન દાખલ કરવા માગતા હતા. આ કામ રાજીવ ધવને કરવાનું હતું. પરંતુ તે ઉપલબ્ધ નહોતા, તેથી હું પીટીશનમાં તેમનું નામ આપી શક્યો નહીં.

આ કોઈ મોટી વાત નથી.’ વરિષ્ઠ વકીલ રાજીવ ધવન અયોધ્યા કેસમાં સુન્ની વકફ બોર્ડ અને અન્ય મુસ્લીમ પક્ષો તરફથી હાજર થયા હતા. ધવને પાછળથી જણાવ્યું હતું કે તેઓ મુસ્લિમ પક્ષોમાં વિભાજન ઈચ્છતા નહોતા.

Read Also

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!