GSTV
Home » News » અયોધ્યા કેસ મામલે સુપ્રિમમાં સુનાવણી શરૂ, મુસ્લિમ પક્ષનાં વકીલને મળી રહી છે ફેસબુક પર ધમકી

અયોધ્યા કેસ મામલે સુપ્રિમમાં સુનાવણી શરૂ, મુસ્લિમ પક્ષનાં વકીલને મળી રહી છે ફેસબુક પર ધમકી

સુપ્રિમ કોર્ટનાં પાંચ જજોની સંવૈધાનિક પીઠે રામ જન્મભૂમિ-બાબરી મસ્જીદ મામલામાં 22માં દિવસે સુનાવણી શરૂ કરી દીધી છે. આ સુનાવણી મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં થઈ રહી છે. કોર્ટની સામે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યુ છેકે, તેમને ફેસબુક પર ધમકીઓ મળી રહી છે. પરંતુ આ સમયે તેમને કોઈ સુરક્ષાની જરૂર નથી.

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના નેતૃત્વવાળી પાંચ સદસ્યોની સંવિધાન પીઠે કહ્યુ છેકે,આની આલોચના કરવી જોઈએ. આવું ન થવું જોઈએ. જેવી અયોધ્યા મામલામાં 22માં દિવસે સુનાવણી શરૂ કરી સુન્ની વક્ફ બોર્ડ અને અન્ય તરફથી કેસ લડી રહેલાં વરિષ્ઠ વકીલ ધવને આરોપ લગાવ્યો છેકે, તેમને ફેસબુક ઉપર ધમકી ભરેલાં સંદેશાઓ મળી રહ્યા છે. અને બુધાવરે સુપ્રિમ કોર્ટના પરિસરમાં અમુક લોકોએ તેમના કારકુનને માર્યો હતો. ધવને કહ્યુ હતુકે, સુનાવણી માટે આ માહોલ ઉચિત નથી.

તેમણે કહ્યુકે, કોર્ટમાં આવું ન થવું જોઈએ અને આની ઉપર ન્યાયાધીશે ટિપ્પણી કરવી જરૂરી છે. આ પીઠમાં ન્યાયમૂર્તિ એસ.એ. બોબડે, ન્યાયમૂર્તિ ડી.વાઈ. ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ.એ. નજીર સામેલ છે. ધવનની આખી વાત સાંભળ્યા બાદ મામલાની સુનાવણી શરૂ કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

અમિત શાહે વિરોધીઓ પર કર્યો સૌથી મોટો પ્રહાર, ‘જે 30 વર્ષમાં ન કરી શક્યા તે અમે 5 વર્ષમાં કર્યું’

Mayur

નર્મદાનું પાણી એ માત્ર પાણી નથી પારસ છે, મારું સૌભાગ્ય કે મને મા ના દર્શન અને પૂજાનો લાભ મળ્યો

Mayur

મોદીએ ગુજરાતના આ મંદીરમાં કરી પૂજા-અર્ચના, શિશ ઝૂકાવીને આપી દક્ષિણા

Karan
Do NOT follow this link or you will be banned from the site!