GSTV

બાબરી વિધ્વંસ કેસઃ જો અડવાણી-જોશી-કલ્યાણ દોષી સાબિત થશે તો થઈ શકે આટલા વર્ષની સજા

અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના રોજ થયેલા બાબરી વિધ્વંસ મામલામાં સીબીઆઈની વિશેષ અદાલત 30 સપ્ટેમ્બરના રોજ પોતાનો નિર્ણય સંભળાવવાની છે ત્યારે આ મામલામાં ભાજપના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, યુપીના પૂર્વ મૂખ્યમંત્રી કલ્યાણ સિંહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી, વિનય કટિયાર સહિત કુલ 32 આરોપી શામેલ છે. અદાલત નક્કી કરશે કે અયોધ્યામાં વિવાદીત ભાગ ષડયંત્રના ભાગે તોડવામાં આવ્યો હતો કે કારસેવકોએ ગુસ્સામાં આવીને આ ભાગને તોડી નાંખ્યો હતો. તેવામાં ભાજપના નેતાઓ ઉપર લાગેલા આરોપ સિદ્ધ થઈ જાય છે તો તેને 2 વર્ષથી લઈને 5 વર્ષ સુધીની સજા થઈ શકે છે.

કોની કોની સામે નોંધાયો છે ગુનો

બાબરી વિધ્વંસ કેસમાં કુલ 49 લોકો સામે એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે. તેમાંથી 17ના મોત નીપજી ચુક્યાં છે. જ્યારે બાકીના 32 આરોપીઓ હજુ છે. સીબીઆઈની વિશેષ અદાલતે બાબરી વિધ્વંસ કેસમાં આરોપી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, વિનય કટિયાર, સાધ્વી ઋૃતંભરા અને વિષ્ણુ હરિ ડાલમિયા ઉપર કલમ 120 બી એટલે કે અપરાધ માટે ષડયંત્ર રચવાનો આરોપ લગાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તમામની સામે આઈપીસીની કલમ 120 બી, 147, 149, 153એ, 153 બી અને 505(1) હેઠળ કેસ ચાલ્યો છે. મહંત નૃત્ય ગોપાલ દાસ, મહંત રામ વિલાસ વેદાંતી, બૈકુંઠ લાલ શર્મા ઉર્ફે પ્રેમજી, ચંપત રાય બંસલ, ધર્મદાસ અને ડો. સતીશ પ્રધાન ઉપર પણ આઈપીસીની કલમ 147, 149, 153 એ, 153 બી, 295, 295એ અને 505(1) હેઠળ સાથે જ કલમ 120 બી હેઠળ આરોપ છે. કલ્યાણસિંહના રાજ્યપાલ પદથી હટ્યાં બાદ 17 ડિસેમ્બર, 2019ના રોજ તેના ઉપર આ તમામ કલમો લગાવવામાં આવી છે. આવી રીતે 49માંથી કુલ 32 આરોપીઓ સામે કાર્યવાહી શરૂ થઈ હતી. બાકીના 17 આરોપીઓના મોત નીપજી ચુક્યાં છે.

આટલી થઈ શકે છે સજા

સીબીઆઈની વિશેષ અદાલતે 1 સપ્ટમેબર 2020 સુધી સમગ્ર મામલાના સૂનાવાણીને લઈને નિર્ણય શરૂ કરી દીધું છે. અને હવે તે 30 સપ્ટેમ્બરના રોજ તેનો નિર્ણય આપશે. તેવામાં તમામની નજરો સીબીની વિશેષ અદાલત શું નિર્ણય આપશે તેના ઉપર છે. જો કોઈને સજા થાય છે તો તે કેટલી હશે. દિલ્હી હાઈકોર્ટના વકીલ સૈય્યદ ઈમરાન અલી જણાવે છે કે, બાબરી વિધ્વંસ કેસમાં સૌથી મોટો મુદ્દો 120 બીનો છે. જે સમગ્ર મામલાના ષડયંત્ર માટે લગાવવામાં આવી છે. તેણે કહ્યું કે, અદાલતમાં જો તે સાબિત થાય છે તો અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992માં જે થયું છે તે એક ષડયંત્રનો ભાગ છે. તેવામાં જે પણ આરોપીઓ ઉપર 120 બી હેઠળ કેસ છે. તેને વધારેમાં વધારે 5 વર્ષની સજા થઈ શકે છે. જ્યારે બાકીના કેસમાં 2 વર્ષની સજા થઈ શકે છે. સીબીઆઈની અદાલત આરોપીઓને 3 વર્ષની સજા આપે છે તો નીચેની અદાલત જામીન આપી શકે છે. પરંતુ કોઈને પાંચ વર્ષની સજા થાય છે તો તેના માટે તેને હાઈકોર્ટમાં જવું પડશે. તેવામાં નજરો બુધવારે આવનારા નિર્ણય ઉપર રહેલી છે.

બંને પક્ષોની દલીલો થઈ છે પૂર્ણ

જો કે, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયારના વકીલ વિમલ શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે બચાવ પક્ષે પોચાની સમગ્ર દલીલ રજૂ કરી છે. એ પણ કહ્યું છે કે, ષડયંત્ર અને સાથે સાથે ભડકાવનારૂ ભાષણ બંને આરોપ યોગ્ય નથી. કારણ કે કાર સેવા કરવા ગયેલા લોકો કાર સેવકોને રોકતા નજરે આવ્યા જે તે સમયે વિવાદીત ભાગને પાડી રહ્યાં હતા. ષડયંત્રના ઘણા પક્ષ રહ્યાં. બચાવપક્ષ પ્રમાણે આ નેતાઓએ કોઈ ષડયંત્ર રચ્યું ન હતું. અને આ બધુ અનાયાસ અને અચાનક થયું હતું. હવે નિર્ણયનો સમય છે અને બધુ સીબીઆઈના વિશેષ જજ ઉપર છે કે શું નિર્ણય આપે છે. હાલ તો તેના ઉપર સૌ કોઈની નજર રહેલી છે.

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

IPL 2020/ બેન સ્ટોક્સની આઈપીએલમાં બીજી સદી, રાજસ્થાને મુંબઈને 8 વિકેટે હરાવ્યું

Pravin Makwana

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!