GSTV

બોલિવુડની આ એક્ટ્રેસના પરિવારને મળી રહ્યા છે ધમકીભર્યાં મેસેજ

Last Updated on July 5, 2018 by

મુંબઇ: એક્ટ્રેસ આયેશા ટાકિયા અને તેના પરિવારને ધમકીઓ મળી રહી છે. આયેશાના પતિ ફરહાન આઝમીએ ટ્વિટર પર જણાવ્યું કે, તેમને ધમકીભર્યાં ફોન કોલ અને મેસેજિસ આવી રહ્યાં છે.

આયેશાના પરિવારને મળેલી આ ધમકી એક કેસ સાથે જોડાયેલી છે. ફરહાન આઝમીએ આરોપ લગાવ્યો છે કે, એક કેસકર્તા તેમની પત્ની, તેમની માતા અને તેમની બહેનને પરેશાન કરી રહ્યો છે. આયેશાના પતિ ફરહાન આઝમીએ મુંબઈ પોલીસને અનેક ટ્વિટ કરીને જણાવ્યું કે, તેમના પરિવારને ધમકી મળી રહી છે. આ ધમકી તેમને એક કેસ સાથે જોડાયેલ શખ્સ દ્વારા મળી રહી છે.

તેમાં વાત એવી છે કે, ફરહાન સમાજવાદી નેતા અબુ આઝમીનો દીકરો છે. તેમના પૂર્વ બિઝનેસ પાર્ટનર કાસિફ ખાન સાથે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ મામલે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્દ કાસિફ ખાને ફ્રોડનો કેસ દાખલ કરેલો છે. ત્યારે ફરહાને પોતાની ટ્વિટમાં ડીસીપી પરમજીત સિંહ દહીયા પર તેમના ફોન કોલ ઈગ્નોર કરવાની અને તેમની ફરિયાદ સાંભળવાથી ઈન્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે ફરહાને પીએમ મોદીને ટેગ કરીને મદદ માંગી છે. આ ઉપરાંત તેમણે સુષ્મા સ્વરાજને પણ ટેગ કરીને મદદ માંગી છે.

Related posts

ત્રિપાંખિયો જંગ/ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીનો પૂરજોશમાં પ્રચાર, શિવસેનાએ જાહેર કર્યો ઢંઢેરો

Bansari

PM મોદીનો આજનો કાર્યક્રમ/ આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ, CM સાવંત પણ રહેશે હાજર

Pravin Makwana

રાષ્ટ્રીયકૃત બેન્કોનો ઢંગધડા વિનાનો વહીવટ/ NPA ઘટાડવા 4 વર્ષમાં નફામાંથી રૂા.6.19 લાખ કરોડની જોગવાઈ કરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!