GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

પ્રાઈવેટ સેક્ટરની આ મોટી બેંકની જલ્દી થઈ શકે છે બલ્લે-બલ્લે, આ વિદેશી કંપની કરી શકે છે 7600 કરોડ રૂપિયાનું રોકાણ

ધ ઈકોનોમિક્સ ટાઈમ્સમાં છપાયેલાં એક સમાચાર મુજબ, ગ્લોબલ પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ કાર્લાઈલ ગ્રુપ (Carlyle Group) એક્સિસ બેંક (Axis Bank)માં 1 અબજ ડોલર એટલેકે 7600 કરોડ રૂપિયાનું રોકાણ કરી શકીએ છીએ.આ મુદ્દા પર વાતચીત પણ શરૂ થઈ ગઈ છે. ઈકોનોમિક્સ ટાઈમ્સમાં એક સૂત્રના હવાલાથી કહેવામાં આવ્યુ છેકે, આ વાતચીત લગભગ એક મહિનાથી ચાલી રહી છે. એક્સિસ બેંક (Axis Bank)ના સ્ટોકમાં ભારે ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે. બેંકનાં કારોબારમાં વધારે મજબૂતી લાવવા માટે બેંકમાં મોટું રોકાણ લાવવા માટે કામ થઈ રહ્યુ છે.

કાર્લાઈલ બેંકમાં 5-8% હિસ્સેદારી લઈ શકે

ઈકોનોમિક્સ ટાઈમ્સ દ્વારા આ મુદ્દા પર એક્સિસ બેંક અને કાર્લાઈલ ગ્રુપ સાથે પુછપરછ કરવા પર કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છેકે, રકમ એકત્ર કરવાની આ પ્રક્રિયા પ્રિફરેંશિયલ બેસિસ પર શેર રજૂ કરીને પુરી કરી શકાય છે. આ રીતથી કાર્લાઈલ એક્સિસ બેંકમાં 5-8 ટકા હિસ્સેદારી લઈ શકે છે. આ ડીલ નવેમ્બર 2017માં Bain Capitalની સાથે થયેલાં 1.8 અબજ ડોલરની સમાન જ હશે.

વાતચીત પ્રારંભિક અવસ્થામાં

ઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છેકે, આ સોદા પર ચાલી રહેલી વાતચીત પ્રારંભિક અવસ્થામાં છે અને હજી સુધી તેના પર કોઈ ઔપચારિક પ્રક્રિયા શરૂ થઈ નથી. ઉલ્લેખનીય છેકે, ઈન્ડસઈંડ બેંક, RBI, IDFC ફર્સ્ટ અને યસ બેંક જેવી બીજી બેંકો પણ લિક્વિડીટી વધારવા માટે છેલ્લાં થોડા મહિનાઓથી રોકાણ કરવાની અપીલ કરી રહ્યા છે. કોટક મહિન્દ્રા બેંકે 26 મેએ 7,460.38 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે QIPની પ્રક્રિયા શરૂ કરી છે.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!