GSTV

સોના-ચાંદીની આયાતમાંથી એક્સીસ બેંકને પડતી મુકાઇ

એક્સિસ બેંકને વધુ એક ઝટકો લાગ્યો છે.. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવા નાણાંકીય વર્ષ માટે સોનું- ચાંદીની આયાતમાંથી એક્સિસ બેંકને પડતી મુકી છે. જોકે હજુ એ ખુલાસો થઇ શક્યો નથી કે દેશની સૌથી મોટી સોનાની આયાતકાર એક્સિસ બેંકનો સમાવેશ આયાતકાર લીસ્ટમાં કેમ નથી? આ મામલે હાલ કંઇપણ કહેવાનો આરબીઆઇના સત્તાવાર સુત્રોએ ઇન્કાર કર્યો છે.

ત્યારે બીજી તરફ એક્સિસ બેંક તરફથી પણ કોઇ પ્રતિભાવ આપવાનું ટાળવામાં આવ્યું છે. આયાતકારના લીસ્ટમાંથી પડતા મુકાવું તે એક્સિસ બેંક માટે વધુ એક ફટકા સમાન છે. હાલ પણ એક્સિસ બેંક બેડ લોનને કારણે છેલ્લા કેટલાક મહિનાથી રેગ્યુલેટરી સિક્યોરીટીનો સામનો કરી રહી છે. આ નિર્ણયને કારણે આયાતકાર અન્ય બેંકોને ફાયદો થશે. રિઝર્વ બેંકે જાહેર કરેલા લીસ્ટ પ્રમાણે નાણાંકીય વર્ષ 2018-19 દરમ્યાન 16 બેંકોને બુલીયન આયાત કરવાની મંજુરી આપી છે. આ ઉપરાંત એક્સિસ બેંક દ્વારા અપાયેલી વધારાની બેડ લોન પેટે આરબીઆઇએ ઓડિટ બાદ બેંકને દંડ ફટકાર્યો છે તે પણ બેંક માટે મોટી સમસ્યા છે.

Related posts

VIDEO/ રાવણને થયો કોરોના, એમ્બ્યૂલંસ પર લઈ ગયા હોસ્પિટલમાં, સુનિલ ગ્રોવરે શેર કર્યો આ વીડિયો

Pravin Makwana

પંજાબઃ રાવણ દહન સમયે દુર્ઘટના ઘટી, આગ લાગતા થયો બ્લાસ્ટ

Mansi Patel

વિજયા દશમીના પર્વે વડોદરાના રાજવી પરિવાર દ્વારા વિધિવત રીતે શસ્ત્રોની પૂજા કરવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!