GSTV
Gujarat Government Advertisement

નક્સલીઓમાં કોરોના/ જંગલોમાં છુપાયેલા નક્સલીઓ મોટી સંખ્યામાં કોરોનાથી સંક્રમિત, પોલીસે સારવારની આપી ખાતરી

નક્સલી

Last Updated on May 10, 2021 by Damini Patel

છત્તીસગઢમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધી રહ્યો છે અને હવે જંગલોમાં છુપાયેલા નક્સલીઓ પણ મોટી સંખ્યામાં કોરોનાથી સંક્રમિત થયા છે. નક્સલીઓના ગઢ ગણાતા દાંતેવાડામાં છુપાયેલા નક્સલીઓને પોલીસે સરેન્ડર કરવા માટે અપીલ કરી છે અને સાથે સાથે કહ્યુ છે કે કોરોના ગ્રસ્ત નકસલીઓની સારવાર પણ કરવામાં આવશે.દંતેવાડા પોલીસનુ કહેવુ છે કે, અમને જાણકારી મળી છે કે, નકસલવાદી લીડર સુજાતા કોરોના અને ફૂડ પોઈઝનિંગનો શિકાર છે.તેના પર 25 લાખનુ ઈનામ પણ છે.તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને તે હરી ફરી શકે તેવી સ્થિતિમાં પણ નથી.

ગામડાઓમાં કોરોના ફેલાવાનું જોખમ

દરમિયાન પોલીસે કહ્યુ હતુ કે, નક્સલવાદીઓ સારવાર નહીં મળવાથી બીજાના જીવ પણ જોખમમાં મુકી રહ્યા છે.તેમના થકી ગામડાઓમાં સંક્રમણ ફેલાવવાનુ જોખમ છે.જે નક્સલીઓ કોરોનાના શિકાર બન્યા છે તેમની સ્થિતિ ખરાબ છે.ખરાબ ભોજનના કારણે તેમને ફૂડ પોઈઝનિંગ પણ થઈ રહ્યુ છે. નક્સલી નેતાઓને સરેન્ડર કરવા માટે અપીલ કરવામાં આવી છે.પોલીસ તેમની સારવારની વ્યવસ્થા કરશે.જો તેઓ સરેન્ડર નહીં કરે તો વાયરસના કારણે જીવ ગુમાવશે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કેટલાક નકસલીઓએ પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કર્યુ હતુ.તેમના પર પોલીસ ટીમ પર હુમલા કરવાના પણ આરોપ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મોદી હૈં તો મુમકીન હૈં ! ભાજપ શાસિત રાજ્યોનો વિરોધ સૌથી મોટો માથાનો દુખાવો, મોદી બેડો પાર કરાવી દેશે તે વિશ્વાસે પલાઠી વાળી લીધી

Pravin Makwana

એલર્ટ/ ઇ-મેલ કે મેસેજમાં આવી ઑફર મળે તો ચેતજો, નહીંતર બેંક એકાઉન્ટમાંથી ઉપડી જશે રૂપિયા

Bansari

અનોખી ખેતી / કચ્છના નાના ગામમાં 15 ફૂટ સુધી ઊંચા થતા મોટા ઘાસનું વાવેતર, દુષ્કાળ જેવી સ્થિતિમાં પશુધન માટે અત્યંત ઉપયોગી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!